વડોદરા : જાણિતા કલાકાર જ્યોતિ ભટ્ટને તેમના ઘરે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો

Published: Apr 16, 2019, 21:04 IST | વડોદરા

વડોદરાના આર્ટિસ્ટ જ્યોતિ ભટ્ટને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો. પરંતુ તેમની સ્વાસ્થય સારી ન હોવાના કારણે તે પુરસ્કાર લેવા માટે જઇ શક્યા ન હતા. જેને પગલે મંગળવારે ગુજરાતના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે રાષ્ટ્રપતિ વતી પદ્મશ્રી પુરસ્કાર એનાયત કર્યો.

આર્ટિસ્ટ જ્યોતી ભટ્ટ
આર્ટિસ્ટ જ્યોતી ભટ્ટ

થોડા સમય પહેલા જાહેર કરવામાં આવેલા પદ્મ અને પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત થઇ હતી અને તેમને રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં વડોદરાના જાણીતા આર્ટિસ્ટ જ્યોતિ ભટ્ટને પણ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. પરંતુ તેમની સ્વાસ્થય સારી ન હોવાના કારણે તે પુરસ્કાર લેવા માટે જઇ શક્યા ન હતા. જેને પગલે મંગળવારે ગુજરાતના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે તેમના નિવાસસ્થાને જઇને શુભેચ્છા મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપતિ વતી પદ્મશ્રી પુરસ્કાર એનાયત કર્યો હતો.

જીલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ પણ રહ્યા ઉપસ્થિત
વડોદરામાં જ્યોતિ ભટ્ટના ઘરે પદ્મશ્રી પુરસ્કાર એનાયક કરવા માટે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે જણાવ્યુ હતું કે, તેમના રાષ્ટ્રીય સન્માનથી ગુજરાતનું ગૌરવ વધ્યું છે. આટલા ઉચ્ચત્તમ કલાવિદ હોવા છતાં તેમનું સૌજન્ય અને સાદગી અનોખો પ્રભાવ પાડે છે. ઉચ્ચ અધિકારીઓ પદ્મ પુરસ્કાર અર્પણ કરવા ઘરે આવતા જ્યોતી ભટ્ટે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતનું પ્રત્યેક રાજ્ય, પ્રત્યેક જનજાતિ અનોખી કલા સમૃદ્ધી ધરાવે છે. આ કલાકારોને પીઠબળ આપીને કલાને જીવંત રાખી શકશે.

આ પણ વાંચો : 
બેઠક બોલે છેઃ જાણો વડોદરા લોકસભા બેઠકને


જાણો, શું કહ્યું વડોદરાના કલેક્ટરે
વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે
, જ્યોતિભાઇ ભટ્ટને પદ્મશ્રી પુરસ્કાર મળવાથી વડોદરા ગૌરવન્વિત થયું છે. તેમની કલા સાધના ખૂબ જ પ્રેરણાદાયક છે. આ પ્રસંગે સંયુક્ત સચિવ જ્વલંત ત્રિવેદી, અધિક કલેકટર નારાયણ માધુ અને જ્યોત્સના ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK