Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 7 વર્ષના છોકરાએ રમત રમતમાં લડી પડતાં 4 વર્ષના બાળકનું ગળું ચીરી દીધું

7 વર્ષના છોકરાએ રમત રમતમાં લડી પડતાં 4 વર્ષના બાળકનું ગળું ચીરી દીધું

25 August, 2020 02:01 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

7 વર્ષના છોકરાએ રમત રમતમાં લડી પડતાં 4 વર્ષના બાળકનું ગળું ચીરી દીધું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બરેલી(Bareilly)માં ઘરની બહાર રમત રમતી વખતે બે બાળકો વચ્ચે કોઇક વાતે વિવાદ થયો આ વિવાદમાં તેમના વચ્ચે ઝગડો થઈ ગયો. ઘટના બરેલીના ચૌપુલા વિસ્તારની છે. અહીં બાળકોના અંદરોઅંદર થયેલા ઝગડા બાદ એક સાત વર્ષના છોકરાએ પાંચ વર્ષના બાળકની ગરદન પર છરી ફેરવી દીધી. આ ઘટના રવિવારની છે. ઇજાગ્રસ્ત બાળકની સ્થિતિ નાજુક છે અને તેને તે જ ક્ષેત્રના હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

નવાબગંજ શહેરના ચોપુલા વિસ્તારમાં બન્ને છોકરાના પરિવાર રહે છે. બન્ને છોકરાઓના પેરેન્ટ્સ નોકરી કરવા માટે બહાર ગયા હતા. બન્ને છોકરાઓ બહાર રમતા હતા. તેમની વચ્ચે કોઇક વાતે ઝગડો તયો. એકાએક સાત વર્ષનો છોકરો ગુસ્સામાં ઘરે ગયો અને તે ઘરેથી છરી ઉઠાવી લાવ્યો. તેણે છરી તરત જ તે ચાર વર્ષના છોકરાના ગળાપર ફેરવી દીધી. આને કારણે ચાર વર્ષના છોકરાને ગંભીર ઇજા થઈ છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોહી પણ વહી ગયું હોવાને કારણે 4 વર્ષનો છોકરો ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયો હતો.



નવાબગંજ પોલીસ થાણાના પ્રમુખ સુરેન્દ્ર સિંહ પચોરી પ્રમાણે, નાના બાળકો વચ્ચે ઝગડો થયો અને તેના હાથે ભૂલથી આ ઘટના ઘડાઇ એવું તેના વાલીઓએ કહ્યું છે. તેથી બન્ને કુટુંબીજનો આ મામલો અંદરોઅંદર સમજી લેશે. આ મામલે કોઇપણ કાર્યવાહી ન કરવાની વિનંતી તેમના પરિવારે કરી છે.


ઇજાગ્રસ્ત બાળકની સારવાર દરમિયાન એક પોલીસ ઑફિસર હૉસ્પિટલમાં તેનું ધ્યાન રાખી રહ્યો છે. જો કે, બાળકને કંઇ થયું તો પોલીસને કાયદેસર કાર્યવાહી કરવી પડશે એવું તેમણે જણાવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2020 02:01 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK