અમદાવાદ : મોદીના આગમન પહેલા સોમવારે 2 મેટ્રો ટનલ થઇ જશે તૈયાર
અમદાવાદ મેટ્રો (ફાઇલ ફોટો)
સોમવાર સુધીમાં અપારેલ પાર્કથી કાલુપુરને જોડતી મેટ્રો ટનલ તૈયાર થઈ જશે. ઉલ્લેખનીય છે કે આગામી 4 માર્ચે વડાપ્રધાન મોદી વસ્ત્રાલ ગામથી અપાલરેલ પાર્ક સુધીનો 6.5 કિલોમીટરના સૌપ્રથમ મેટ્રો સ્ટ્રેચનું ઉદ્ઘાટન કરવાના છે.
બે ટનલ બોરિંગ મશીન્સ (TBMs) માર્ચ 2017માં ભૂગર્ભમાં ઉતારવામાં આવ્યા હતા. આ બે મશીન સોમવારે 1.72 કિલોમીટર લાંબી ટનલ્સનુંકામ પૂરું કરશે. આ બંને ટનલ અપારેલ પાર્કથી કાલુપુર વચ્ચેના રેલવે ટ્રેક પર ઉપરની અને નીચેની ટ્રેન માટે બનાવવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાત : હવામાન ખાતાએ કરી આગાહી, હજુ ઠંડી પડી શકે છે
અધિકારીઓએ જણાવ્યું છે કે, કાલુપુર રેલવે સ્ટેશનથી સરસપુર તરફ 2 અન્ય મશીનો દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં મેટ્રો ટનલની કુલ લંબાઈ 6 કિલોમીટર છે અને તેમાં 4 સ્ટેશનનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે બે TBMs વચ્ચે સામાન્ય રીતે ઓછામાં ઓછું 100 મીટરનું અંતર રાખવામાં આવે છે, પરંતુ આ પ્રોજેક્ટ એ રીતે ખૂબ અસામાન્ય છે કે બંને મશીન એકસાથે જ કામ પૂરું કરશે.
અધિકારીઓ કહે છે કે ટનલનું 60% કામ પૂરું થઈ ચૂક્યું છે અને બાકીનું કામ એપ્રિલ સુધીમાં પૂરું કરી દેવામાં આવશે.


