ગુજરાત : હવામાન ખાતાએ કરી આગાહી, હજુ ઠંડી પડી શકે છે
ઠંડીનું પ્રમાણ ફરી વધ્યું
ગુજરાતમાં ફરી ઠંડીનો પારો ઘટી રહ્યો છે. ઠંડીએ રાજ્યમાં થોડો સમય વિરામ લીધા બાદ ફરી ઠંડીનું પ્રમાણ વધ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. હિમવર્ષાના કારણે પવનોનું જોર વધી રહ્યું છે. શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો જેના કારણે વાતાવરણમાં ગરમી ઘટીને ફરી એકવાર ઠંડા પવનો ફૂંકાયા હતા.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ શહેરનું તાપમાન 3.2 ડિગ્રી જેટલુ ઘટ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું જો કે હવે હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે. ઠંડા પવન સાથે જે વાતાવરણ વાદળછવાયું હતું જેના કારણે ઠંડીની અસર જોવા મળી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ડ્રાય સ્ટેટ ગુજરાતમાં પીવાય છે બિહાર કરતા વધુ દારૂ, સર્વેમાં દાવો
ગુજરાતમાં વર્ષેને વર્ષે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઠંડીના રેકોર્ડ તોડી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં સતત વધારો થયો હતો આ વર્ષે ઠંડીનું પ્રમાણ 6 ડિગ્રી કરતા પણ ઓછુ નોંધાયું હતું. છેલ્લા કેટલાક દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું જો કે ફરી ઠંડીનું પ્રણાણ વધ્યું છે.


