સરકાર દોઢ મહિનામાં મોટી ભરતી કરશે, તૈયાર રહોઃ રાજેશ ટોપે

Published: May 16, 2020, 08:59 IST | Mumbai Correspondent | Mumbai Desk

તબીબો સહિતના મેડિકલ સ્ટાફની જરૂર હોવાથી સરકારની વિચારણા

રાજેશ ટોપે (ફાઇલ ફોટો)
રાજેશ ટોપે (ફાઇલ ફોટો)

રાજ્યમાં કોરોનાના દરદીઓની સંખ્યા જે રીતે વધી રહી છે એ જોતાં આવનારા સમયમાં હેલ્થ ડિપાર્ટમેન્ટમાં અનેક તબીબો સહિતના મેડિકલ સ્ટાફની જરૂર પડશે. એથી આવનારા દોઢ મહિનામાં અમે ભરતી કરવાનું વિચારી રહ્યા છીએ એમ રાજ્યના આરોગ્ય પ્રધાન રોજેશ ટોપેએ જણાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે મુંબઈમાં દરદીઓની સંખ્યા એક લાખ સુધી પહોંચી શકે એવી શક્યતા હોવાથી તેમના માટે ખાટલાની વ્યસ્થા કરાઈ છે. ૧૫,૦૦૦ મધ્યમ બાધિત દરદીઓને માટે અને ૧૦,૦૦૦ આઇસીયુ બેડની પણ વ્યવસ્થા કરાઈ છે.
મુંબઈ મહાનગરપાલિકાએ હાલ એના હેલ્થ ડિપાર્ટમેન્ટની જે ખાલી જગ્યાઓ હતી એમાં ભરતી કરવાનુ ચાલુ કરી દીધું છે, અમે પણ ટૂંક સમયમાં ભરતી કરીશું. અમારા ડિપાર્ટમેન્ટમાં ૧૭,૩૩૭ જગ્યા ખાલી પડી છે. મહાનગરપાલિકાની હૉસ્પિટલોમાં હજારો જગ્યા ખાલી પડી છે. આ બધી જ ખાલી જગ્યાઓ ભરવાનો નિર્ણય લેવાયો છે. આ બધી જ જગ્યાઓ આવતા દોઢ મહિનામાં ભરવાની ગણતરી છે. એ માટે કોઈ પરીક્ષા લેવાશે નહીં. કૅન્ડિડેટ્સના માર્ક્સ અને ઇન્ટરનલ માર્ક્સના આધારે તેમને નોકરી અપાશે. નર્સિંગ કાઉન્સિલ, એમબીબીએસમા મળેલા માર્ક્સ, પીજીના માર્ક્સ ગણતરીમાં લેવાશે. અત્યારે જે કર્મચારીઓ કોરોનાની સામે લાગેલા છે તેમને પણ રિલીવ કરવા જરૂરી છે એથી વહેલી તકે આ ભરતી કરવામાં આવશે.
મુંબઈમાં કોરોનાના દરદીઓની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે, પણ મુંબઈની જનસંખ્યા અને ગીચતા સામે એ આંકડો ગણતરીમાં લો તો સરકાર એને કન્ટ્રોલમાં રાખવામાં સફળ રહી છે. મુંબઈમાં ૮ ઉચ્ચ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે, જ્યારે બીજા કેટલાક અધિકારીઓ અન્ય સંસ્થાઓ સાથે જોડાઈને આ કામમાં લાગેલા છે. જોકે એમ છતાં જે રીતે મુંબઈમાં ડબલિંગ રેટ વધી રહ્યો છે એ ચિંતાજનક છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK