પોતે સાફ કરેલું ટૉઇલેટ કેટલું ચોખ્ખું છે એ પુરવાર કરવા એનું પાણી પીધું

Published: 18th October, 2020 08:25 IST | Mumbai correspondent | Mumbai

પોતે સાફ કરેલું ટૉઇલેટ કેટલું ચોખ્ખુંચણક છે એ પુરવાર કરવા એમાંથી પાણી પીધું આ બહેને

પોતે સાફ કરેલું  ટૉઇલેટ કેટલું ચોખ્ખું છે એ પુરવાર કરવા એનું પાણી પીધું
પોતે સાફ કરેલું ટૉઇલેટ કેટલું ચોખ્ખું છે એ પુરવાર કરવા એનું પાણી પીધું

ચીનના શાંડોંગ પ્રાંતની શાંગચેંગ ફર્ટિલાઇઝર ટેક્નૉલૉજી કંપનીના પરિસરના એક સાર્વજનિક શૌચાલયની કૅર ટેકરનો એ શૌચાલયમાંથી પાણી પીતો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ બનતાં વિવાદ જાગ્યો છે. પોતાની સ્વચ્છતાની ક્ષમતા અને આવડતનું ડેમોન્સ્ટ્રેશન કરવા અને પ્રશંસા મેળવવાના ઇરાદે લુઓ નામની આ મહિલાએ એ સાહસ કર્યું હતું. વિડિયોમાં મહિલા પ્લાસ્ટિકનો કપ ભરીને પાણી પીતી હતી ત્યારે તેના ઉપરીઓ તેનાં વખાણ કરતા જોવા મળે છે. એથી એ ઉપરીઓ પર તેમની કર્મચારીને પોતાની જાતના અપમાન બદલ પ્રોત્સાહિત કરવાના આરોપ મુકાઈ રહ્યા છે. જોકે એ સાર્વજનિક શૌચાલયની સંચાલક કંપનીના પ્રવક્તા કહે છે કે એ સફાઈ-કામદાર મહિલાએ સ્વૈચ્છિક રીતે પાણી પીધું અને વિડિયો ઉતાર્યો છે. વિડિયો ઉતાર્યો એ પ્રસંગ સિવાય પણ કેટલાંક વર્ષોમાં તેણે અનેક વખત એ રીતે પાણી પીધું છે. શોંગચેંગ ફર્ટિલાઇઝર ટેક્નૉલૉજી કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિડિયો દ્વારા એ સફાઈ-કામદાર મહિલા એવું દર્શાવવા ઇચ્છે છે કે તેને પોતાના સફાઈના કામમાં એટલો આત્મવિશ્વાસ છે કે એમાંનું પાણી પીવાલાયક હોય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK