આ વૃક્ષોમાં દેખાતી આકૃતિઓ નૅચરલ છે
કેટલીક ચીજોને અમુક ઍન્ગલથી જુઓ તો કંઈક જુદું જ ભાસે. શૅરેબલી નામની એક વેબસાઇટ પર કેટલાક ફોટોગ્રાફરોએ એવી તસવીરો લીધી છે જેમાં ક્યાંક વૃક્ષ ચાલતું હોય એવું લાગે. ક્યાંક કોઈ વ્યક્તિ એને વળગી પડી હોય એવું લાગે તો ક્યાંક બે મોટાં શિંગડાંવાળું પ્રાણી વૃક્ષમાં દેખાય. એક તસવીરમાં તો મોં ફાડીને ચંદ્રને ગળવાની તૈયારી કરતો ડ્રૅગન વૃક્ષમાં દેખાય છે.