ડ્રાઇવર ઊંઘી ગયો એટલે ટૅન્કર પલટી ખાઈ ગયું

Published: 22nd August, 2012 06:40 IST

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એક ઑઇલનું ટૅન્કર પલટી ખાઈ ગયું અને એને કારણે હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જૅમ રહ્યો અને એનું કારણ માત્ર ડ્રાઇવરની ભૂલ હતી.

૨૦,૦૦૦ લિટર ઑઇલ લઈને મુંબઈથી ગુજરાત તરફ જઈ રહેલા આ ટૅન્કરનો ડ્રાઇવર સ્ટિયરિંગ વ્હીલ પર જ ઊંઘી ગયો હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. વહેલી સવારે ૩.૩૦ વાગ્યે આ ટૅન્કર ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મુલુંડ પાસે પહોંચ્યું હતું. એ જ વખતે ડ્રાઇવરને ઝોકું આવ્યું એટલે ટૅન્કર ડિવાઇડર સાથે અથડાયું. ત્યારે જ જાગી ગયેલા ડ્રાઇવરે ટૅન્કર પર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કર્યો પણ એ પહેલાં તો ટૅન્કર પલટી ખાઈ ગયું હતું.

આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ રસ્તા પર ઢોળાયેલા તેલને સાફ કરવા માટે ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ટૅન્કરને કારણે ટ્રાફિક જૅમ ન સર્જાય એ માટે ક્રેનને બોલાવીને ટૅન્કરને સાઇડ પર હટાવવામાં આવ્યું હતું. બાદમાં ટૅન્કરમાં રહેલું ઑઇલ અન્ય ડ્રમમાં ખાલી કરી નાખવામાં આવ્યું હતું.

તસવીરો : દત્તા કુંભાર

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK