ટ્રમ્પના એક્સ એટર્નીનું સ્ફોટક નિવેદન, કિમ સાથેની સમિટ અધવચ્ચે અટકી

Feb 28, 2019, 20:28 IST

ટ્રમ્પ અને કિમે નિશ્ચિત સમય પહેલાં જે હોટેલમાં સમિટ યોજાઇ હતી તે સ્થળેથી બહાર નીકળી ગયા હતા. બંને દેશોની જે એગ્રીમેન્ટ સેરેમની રાખવામાં આવી હતી તેને રદ કરી દેવામાં આવી છે.

ટ્રમ્પના એક્સ એટર્નીનું સ્ફોટક નિવેદન, કિમ સાથેની સમિટ અધવચ્ચે અટકી
ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સાથેની ગુરૂવારે મળેલી બીજી સમિટમાં અધવચ્ચે જ ભંગાણ પડ્યું છે. આ બંને લીડર્સના જોઇન્ટ સ્ટેટમેન્ટનો કાર્યક્રમ યથાવત રહ્યો હતો અને ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં બે કલાક સુધી હાજરી આપી હતી. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડર્સે રિપોર્ટર્સને કહ્યું કે, પ્રેસિડન્ટ સાથે વાતચીતનો સમય 1 વાગ્યે પૂરો થઇ જશે અને આખી સમિટને અડધો કલાકમાં જ પૂરી કરી દેવામાં આવશે. જો કે, સારા સેન્ડર્સે બંને દેશો વચ્ચે સમિટના અંતે કોઇ હસ્તાક્ષર થશે કે નહીં તે અંગે જવાબ આપ્યો નહોતો. જે રિપોર્ટર્સ પાસે સમિટના કવર હતા તેઓને બસ દ્વારા બીજાં સ્થળે મોકલી આપવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે, આ સમિટને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી છે.

ટ્રમ્પ અને કિમની વાતચીત અધવચ્ચે અટકી

વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડર્સે કહ્યું કે, બંને લીડર્સ વચ્ચે ડિન્યૂક્લરાઇઝેશન મુદ્દે ચર્ચા થઇ છે. હાલ આ મુદ્દે કોઇ એગ્રીમેન્ટ નહીં થાય, પરંતુ તેઓની ટીમ ભવિષ્યમાં આ અંગે બીજી મીટિંગ કરવાની તૈયારીઓ કરી રહી છે. સારાહે કહ્યું કે, ટ્રમ્પ અને કિમ વચ્ચેની સમિટ સારી અને રચનાત્મક રહી છે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અને કિમે નિશ્ચિત સમય પહેલાં જે હોટેલમાં સમિટ યોજાઇ હતી તે સ્થળેથી બહાર નીકળી ગયા હતા. બંને દેશોની જે એગ્રીમેન્ટ સેરેમની રાખવામાં આવી હતી તેને રદ કરી દેવામાં આવી છે. આ નિર્ણય ટ્રમ્પના હાલ પરમાણુ નિઃશસ્ત્રીકરણ મુદ્દે કોઇ ઉતાવળ નથી તેવા સ્ટેટમેન્ટ બાદ લેવામાં આવ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, અમે યોગ્ય ડીલ ઇચ્છીએ છીએ. ટ્રમ્પ અને કિમની સાથે યુએસ સ્ટેટ સેક્રેટરી માઇક પોમ્પિયો અને નોર્થ કોરિયાના ઓફિશિયલ કિમ યોંગ ચોલ હાજર રહ્યા હતા. આજે પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં ટ્રમ્પે કહ્યું કે, બે શક્તિશાળી નેતાઓ વચ્ચે સંબંધોથી ભવિષ્યમાં કંઇક સારું જ બનશે.

આ પણ વાંચો: કબરમાંથી શબની ઢાંકણીઓ કાઢીને જાદુટોણાં માટે વાપરે છે આ ભાઈ

ટ્રમ્પની જૂન મહિનામાં સિંગાપોરમાં મળેલી કિમ સાથેની બેઠકમાં પરમાણુ કાર્યક્રમ મુદ્દે કરાર થયા હતા. પરંતુ આજે મળેલી સમિટ એક સ્ફોટક નિવેદનના પગલે અધવચ્ચે જ કેન્સલ કરી દેવામાં આવી છે. ટ્રમ્પ અને કિમની વિયેતનામમાં પ્રેસ કોન્ફરન્સના એક કલાક પહેલાં જ ટ્રમ્પના ભૂતપૂર્વ પર્સનલ એટર્ની મિશેલ કોહેને અમેરિકન કોંગ્રેસ સામે નિવેદન આપ્યું છે કે, પ્રેસિડન્ટ 'કોનમેન' છે અને તેઓ પોતાના રશિયન બિઝનેસ વિશે ખોટું બોલી રહ્યા છે. કોહેનને કોંગ્રેસ સામે ખોટું બોલવા બદલ ત્રણ વર્ષની જેલની સજા આપવામાં આવી છે. સમિટ પહેલાં ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે, કોહેને ખરાબ વર્તન કર્યુ છે અને તે પોતાની જેલની સજાને ઓછી કરવા માટે વધુ જૂઠાણું ફેલાવી રહ્યો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK