ક્રિસમસમાં તમારા પ્રિયજનનાં જૂતાં કોઈને આપો તો તેનાથી દૂર થવું પડે

Published: 16th December, 2012 07:19 IST

નાતાલના દિવસોના સેલિબ્રેશન વખતે શું કરવું અને શું ન કરવું એ બાબતે પ્રચલિત માન્યતાઓમાનો યા ન માનો

ક્રિસમસના દિવસે વહેલી સવારે ઊઠીને પહેલી વાર દરવાજો ખોલવાનો હોય ત્યારે લોકો ‘વેલકમ ફાધર ક્રિસમસ’ના નામની બૂમ પાડે છે. આ પાછળની માન્યતા એ છે કે એમ કરવાથી ખરાબ આત્માઓથી તેમનો પરિવાર બચે છે અને ફાધરના સારા ગુણો તેમના પરિવારમાં ઊતરે છે.

ક્રિસમસના દિવસે દરેક ખ્રિસ્તીના ઘરે પુડિંગ બનાવવું જરૂરી છે. પરણવાલાયક ઉંમરનાં કુંવારાં યુવક-યુવતીઓએ ત્રણ વાર પુડિંગ હલાવવું જોઈએ અને હલાવતી વખતે મનમાં કોઈ ઇચ્છા કરવી જોઈએ. એવું મનાય છે કે જે કુંવારા લોકો આ પ્રક્રિયામાં જોડાતા નથી તેમનો આગામી વર્ષ દરમ્યાન લગ્ન કે પ્રેમનો યોગ બનતો નથી.

પહેલાંના જમાનામાં લોકો ક્રિસમસનાં ગીતો ગાતાં-ગાતાં ઘરે-ઘરે ફરતા. ઘરે આવનાર દરેક ગ્રુપને કંઈક ખાવાનું અને શુકનના પૈસા આપવામાં ન આવે તો આગામી વરસે અપશુકન થવાની શક્યતાઓ રહે.

ક્રિસમસનો તહેવાર ચાલતો હોય ત્યારે તમારા પરિવારજન કે પ્રેમીજનનાં શૂઝ ફેંકી દેવા કે કોઈકને આપી દેવા નહીં. એમ કરવાથી જેનાં એ પગરખાં હતાં તે તમારા જીવનમાંથી દૂર ચાલી જાય એવું બની શકે છે. ગ્રીસમાં ક્રિસમસના દિવસે લોકો પોતાના જૂનાં જૂતાં સળગાવી દે છે. એમ કરવાથી આવતા વર્ષની અડચણોને પહેલેથી જ દૂર કરી નાખી શકાય છે એવું તેઓ માને છે.

ક્રિસમસના પાંચ દિવસ પહેલાં જો ઘરમાં કેક બનાવી હોય તો એ કેક ક્રિસમસ સેલિબ્રેટ થાય એ પહેલાં ખતમ ન કરી દેવાય. ઍટલીસ્ટ એક ટુકડો તો ક્રિસમસના દિવસ સુધી બચાવીને રાખવો જોઈએ. જો એમ ન કરવામાં આવે તો ઘરમાં આખું વરસ પૈસા, ફૂડ અને કપડાંની તંગી પડી શકે છે.

ક્રિસમસના દિવસે જોરદાર પવન ફૂંકાય અને ઘરમાં એને કારણે કચરો ભરાઈ જાય તો એનાથી આખું વરસ ખૂબ જ સારું જશે એમ મનાય છે. આ દિવસે બરફવર્ષા થાય તો એ આખું વરસ ખૂબ જ સુખસમૃદ્ધિવાળું જશે એવું મનાય છે.

ક્રિસમસના ડિનરમાં નવ વાનગીઓ બનાવીને પીરસાય છે. નવથી વધારે નહીં અને નવથી ઓછી નહીં. જમતી વખતે ડિશની નીચે ખાસ પ્રકારની માછલીની ત્વચામાંથી બનેલી ચીજ રાખવામાં આવે તો એ ગુડલક લાવે છે.

ક્રિસમસની રાત્રે જો કોઈ કૂતરો અવિરત ભસતો હોય તો એ વર્ષ પૂરું થાય એ પહેલાં જ એ વિસ્તારમાં રહેતી કોઈ વ્યક્તિ પાગલ અથવા તો માનસિક રીતે અસ્વસ્થ થઈ જશે એવું મનાય છે.

ક્રિસમસની સાંજે પ્રગટાવેલી મીણબત્તી બીજા દિવસની સવાર સુધી જલતી રહેવી જોઈએ. જો એમ ન થાય તો અપશુકન થાય છે.

હેલ્ધી રહેવા ઇચ્છતા લોકોએ ક્રિસમસની સાંજે એક ઍપલ ખાવું જોઈએ.

ક્રિસમસના દિવસો દરમ્યાન તમે જેટલા લોકોના ઘરે ફરીને તેમણે બનાવેલી પાઇ (ક્રિસમસમાં બનાવવામાં આવતી ખાસ સ્વીટ)ના જેટલા પીસ ખાઓ એટલા મહિના તમારા ખૂબ જ ખુશખુશાલ જશે. પાઇને છરીથી કાપવાથી બૅડ લક આવે છે એટલે આખી પાઇ એક માણસે ખાવી જોઈએ.

આ દિવસે જે માણસ મૃત્યુ પામે છે તે સીધો સ્વર્ગમાં જાય છે અને આ દિવસે જન્મે છે તે સ્પેશ્યલ ભાગ્ય લઈને આવ્યું છે એમ મનાય છે.                                             

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK