Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > કામોત્તેજના-કામાનંદ વધારતી કામરમતો : ભાગ-૨

કામોત્તેજના-કામાનંદ વધારતી કામરમતો : ભાગ-૨

25 November, 2012 07:02 AM IST |

કામોત્તેજના-કામાનંદ વધારતી કામરમતો : ભાગ-૨

કામોત્તેજના-કામાનંદ વધારતી કામરમતો : ભાગ-૨




તન-મન ને સંવનન - ડૉ. મુકુલ ચોકસી





ગયા અઠવાડિયે આપણે કેટલીક પ્રણયચેષ્ટાઓ બાબતે જોયેલું. આજે વધુ રમતો અને ક્રીડાઓ વિશે જાણીએ. એક રોમાંચ તથા અનન્ય ઉત્તેજનાસભર કામરમતનું નામ છે ફાઇન્ડ આઉટ અ સ્ટિકર. આ રમતમાં એક ખૂબ નાનું (આશરે બે મિલીમીટરની લંબાઈ-પહોળાઈ ધરાવતું) સ્ટિકર બેમાંથી એક પાત્ર પોતાના શરીર પર ક્યાંક ચોંટાડી દે છે. પછી બીજા પાર્ટનરે (વસ્ત્રો દૂર કર્યા વિના) આ સ્ટિકર શોધી કાઢવાનું રહે છે. આ શોધવા માટે તેણે પાર્ટનરનાં તમામ અંગઉપાંગોને બારીકાઈથી સ્પર્શવાં પડે છે. આ કામ જો સલૂકાઈ અને વહાલથી કરવામાં આવે તો સ્ટિકર શોધનાર તથા કરાવનાર બન્નેને અદમ્ય રોમાંચ પૂરો પાડનારું બની રહે છે. સ્પર્શ તથા વિઝન બન્નેનો સમન્વય રચતી આ ઇરૉટિક ગેમની તકલીફ એક જ છે કે એ જલદી પૂરી થઈ જાય છે. જોકે સ્ટિકરના બહાને અંગોને સ્પર્શતાં રહીને સ્ટિકર શોધવામાં વાર લગાડાય તો બેમાંથી કોઈને વાંધો નથી આવતો અને વારંવાર આ રમત રિપીટ કરવામાં પણ ક્યાં કોઈ બાધા કે અડચણ છે?

કેટલાક લોકોની ભાષાકીય સૂઝ તથા વર્બલ સ્કિલ્સ અદ્ભુત હોય છે. તેમને પોતાને ખબર હોય છે છતાં તેમણે તેમના અંગત જીવનમાં સેક્સ્યુઅલિટી એન્હેન્સમેન્ટ માટે પોતાની આ વર્બલ એબિલિટીનો ઉપયોગ કર્યો નથી હોતો. એમ છતાં વર્બલ સેક્સ-ગેમ્સ પણ ખૂબ ક્રીએટિવિટી તથા રોમાંચથી ભરેલી બનાવી છે. આ રમતોમાં સ્પાય થ્રિલર નવલકથાઓમાંથી બન્નેએ ઉત્તેજક વાંચનસામગ્રીનું કરેલું સહવાંચન, એકમેકના અવયવોના કે પોતાની કામેચ્છાના એãક્સ્પ્લસિટ કામોત્તેજક વર્ણનો કરવાં, કોઈ ધારી લીધેલી ઉત્તેજક પરિસ્થિતિનું લિટરલી શાબ્દિક વર્ણન કરવું વગેરે બાબતોનો સમાવેશ કરી શકાય.



બીજી એક રમત છે જેમાં બન્ને જણ પ્રાઇવેટ પાર્ટ્સ સિવાયનાં અંગોને જ સ્પર્શ કરીને ઉત્તેજના અનુભવવાની કોશિશ કરે અને એમાં કોણ પહેલું ક્લાઇમૅક્સ પર પહોંચીને જીતી જાય તેને વિજેતા ગણે. યોનિ, વૃષણ, શિશ્ન, ભગાંકુર સિવાયનાં અંગોમાં પણ ઈશ્વરે ભારોભાર કામુકતા ભરેલી છે. ઓષ્ઠ અને સ્તનો વિશે જોકે આપણે સભાન છીએ; પરંતુ ગરદન, અંગુલિ, સ્કંધ, હથેળી, ગ્રીવા, પગની પિંડીઓ યા પીઠની ત્વચાની કામસંવેદનશીલતા બાબતે ઘણા લોકો ઓછા સભાન હોય છે. ઉપરોક્ત કામરમત દ્વારા જનનેતર ઇન્દ્રિયોની સંવેદનક્ષમતાને ઉપયોગમાં લઈ શકાય છે. સમાગમ સિવાય જનનેન્દ્રિયના સીધા ઉત્તેજન વગર પણ ચરમસીમા હાંસલ થાય એ ખરેખર અજમાવી જોવા જેવી બાબત છે. કેટલીક વ્યક્તિઓ આ કામ પળવારમાં કરી શકે છે. કેટલાકને થોડી વાર લાગે છે. કેટલાક લાંબી મથામણ તથા ઓવરસ્ટિમ્યુલેશન પછી જ આ કરી શકે છે અને કેટલાક ક્યારેય નથી કરી શકતા. આ સેક્સ્યુઅલ ગેમ દ્વારા તમે તમારી પોતાની જાતીયતા પણ વધારે ઊંડાણપૂર્વક જાણી શકો છો તથા એમાં યથોચિત બદલાવ લાવી શકો છો.

જાતીય રમતોમાં સ્પેશ્યલ થીમ, પાત્રોની ભજવણી, સસ્પેન્સ, નાટ્યાંત્મકતા, પરિકલ્પનાઓ વગેરે ઉમેરીને ઘણાં યુગલો ચાર્મ ચાલુ રાખી શકે છે. સાથે ઇરૉટિક મ્યુઝિક સાંભળતાં-સાંભળતાં કોઈ કામોત્તેજક દૃશ્યની ભજવણી ખૂબ ઇનોવેટિવ કપલ્સ કરી શકે છે. ‘ભીગે હોઠ તેરે’ યા ‘રૂપ તેરા મસ્તાના’ જેવાં કામોત્તેજક ગીતો સાંભળતાં-સાંભળતાં તેનાં પાત્રો પોતે બની જવાનું આમ અઘરું છે, પણ કોઈક યુગલ ધારે તો એ અજમાવી શકે છે.

એક પુરુષ્ો એક વાર સળંગ અડધો કલાક સુધી તેમના ફોરપ્લે તથા સમાગમનાં દૃશ્યોની સેલ્ફ વિડિયોગ્રાફી કરી. પોતાના મોબાઇલના કૅમેરાથી કરેલું આ શૂટિંગ અઠવાડિયા પછી બન્નેએ જોયું ત્યારે તેમને અચાનક ખૂબ જ રોમાંચ તથા ઉત્તેજનાનો અનુભવ થયો. આ એવો કામાનુભવ હતો જે અગાઉ તેમને ક્યારેય નહોતો મળ્યો.

ઑટો-પૉર્નોગ્રાફીને આગળ વધારતાં તેમણે ત્યાર બાદનાં દૃશ્યો રીતસર તૈયારી કરીને શૂટ કર્યો અને એ વારંવાર તેમના આનંદનું નિમિત્ત બનતાં રહ્યાં. નવી કામરમતને શૂટ કરવા તેમને નવાં કપડાં, પોઝિશન, લોકેશન તથા થીમની જરૂર પડવા લાગી. આ પ્રક્રિયા પોતે પણ એક નવા કામાનંદને જન્મ આપતી હોય એમ તેમને લાગ્યું.

‘ધ ન્યુ જૉય ઑફ સેક્સ’માં ઍલેક્સ કમ્ફર્ટે કામરમતોને અલગ-અલગ સમૂહમાં વહેંચીને વ્યાખ્યાયિત તેમ જ વર્ગીકૃત કરી છે. એ સિવાય પણ અજાણી કામરમતો સંભવિત છે. કામરમતોને સ્થળ પ્રમાણે વર્ગીકૃત કરીએ તો કાર-ગેમ્સ, કિચન-ગેમ્સ, ડ્રૉઇંગરૂમ-ગેમ્સ, ટેરેસ-ગેમ્સ એવા ઘણા પ્રકાર વિચારી શકાય. જોકે દરેક પ્રકારનાં પોતાનાં લિમિટેશન્સ તથા જોખમો છે. ઘણી કામરમતો કલ્પી શકાય છે; પરંતુ એકાંત, સમય યા રિસોર્સિસના અભાવે વ્યવહારમાં અમલમાં નથી મૂકી શકાતી. કેટલીક સ્ત્રીઓને મન પોતાની વેડિંગ નાઇટ અથવા સુહાગરાત દરમ્યાન પહેરેલાં વસ્ત્રોનું ઘણું ઐતિહાસિક અને લાગણીસભર મૂલ્ય હોય છે. તેઓ વરસો બાદ પોતાની કામરમતોમાં ક્યારેક પુન: આ સુહાગરાતની થીમ લઈ નવો જ આનંદ માણી શકે છે. એમાં સ્ત્રી ફરી એક વાર નવોઢા અથવા નવપરિણીત દુલ્હન બને છે, શય્યા એ જ રીતે સજાવાય છે અને પતિ એવી જ કુમાશ તથા નાજુક મનોસ્થિતિ લઈને બેડરૂમમાં દાખલ થાય છે. ‘સુહાગરાત હૈ... ઘુંઘટ ઉઠા રહા હૂં મૈં.. સિમટ રહી હૈ તૂ શરમા કે અપની બાહોં મેં...’ આવા શબ્દોનું મહત્વ લગ્નનો દાયકો વીતી ગયા પછી ભલે ઘણાખરાને મન કંઈ જ ન હોય, પરંતુ તેમની પત્નીઓના હૃદયમાં ઊંડે-ઊંડે કદાચ પ્રથમ મિલનની એ પળનું ખૂબ જ રોમાંચપૂર્ણ મહત્વ હોય એ સંભવ છે.

(અન્ય કામરમતો વિશે આવતા અઠવાડિયે જોઈશું)

ગેરમાન્યતા

પુરુષના જનનાંગ ફરતે થયેલી ફોલ્લી કે ઘસરકા સેક્સની પ્રક્રિયામાં બગાડ યા રુકાવટ લાવે છે

હકીકત

જરૂરી નથી. શિશ્નની ત્વચા પર થતા રોગથી ક્યારેક ઉત્થાનમાં સમસ્યા આવી શકે છે, પણ ક્યારેક કોઈ સમસ્યા ન ઉદ્ભવે એવું પણ બની શકે છે

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2012 07:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK