કઝિનના હાથે બળાત્કારનો ભોગ બનેલી યુવતીનો પાંચ વર્ષે છુટકારો

Published: 25th December, 2011 04:21 IST

ગોરેગામની ૩૦ વર્ષની એક યુવતી પર તેના જ કઝિને બળાત્કાર કર્યો હતો તેમ જ તેનું અપહરણ કરી તેને મધ્ય પ્રદેશ ભગાડી ગયો હતો.

 

પોલીસે તાજેતરમાં જ આ યુવતીને મુક્તિ અપાવી હતી. સમગ્ર બનાવમાં આઘાતજનક વાત એ હતી કે લોકલાજના ડરે આ યુવતી પાંચ વર્ષ સુધી આરોપી સાથે રહી હતી. વળી તેને બે વર્ષનું બાળક પણ છે. ૨૦૦૬માં ગોરેગામ (ઈસ્ટ)ની રહેવાસી શિખા (નામ બદલ્યું છે) ૨૫ વર્ષની હતી ત્યારે તેના ગુમ થયાની ફરિયાદ દિંડોશી પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. થોડા સમય પછી તેનો કઝિન ૨૦ વર્ષનો અજય રામેશ્વરસિંહ ચૌહાણ પણ ગાયબ થઈ ગયો હતો. બાંદરામાં શિખાની બહેનની ઑફિસમાં કામ કરતા અજયે શિખાને ધમકી આપી હતી અને પોતાની સાથે આવવા મજબૂર કરી હતી.

અજય સૌપ્રથમ શિખાને પુણે લઈ ગયો હતો, જ્યાં થોડા દિવસ સુધી તેઓ એક ગેસ્ટહાઉસમાં રહ્યાં હતાં. ત્યાર બાદ ગ્વાલિયર જતાં પહેલાં બન્નેએ લગ્ન પણ કયાર઼્ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આરોપી આ વર્ષના ઑગ્ાસ્ટ સુધી ભાડાના ફ્લૅટમાં શિખા સાથે રહેતો હતો. જોકે શિખાને એક અન્ય મહિલા માટે છોડતાં પહેલાં અજય તેમના બે વર્ષના બાળકને સાથે લઈ ગયો હતો.

ગયા મંગળવારે શિખાના પિતા એક સંબંધીને મળવા ગ્વાલિયર ગયા હતા, જ્યાં તેમણે શિખાને જોઈને મુંબઈપોલીસને જાણ કરી હતી તેમ જ ગ્વાલિયર પોલીસની સહાયથી શિખાનો છુટકારો થયો હતો. વળી એ જ દિવસે હરિયાણાના ગુરગાંવમાંથી અજયની ધરપકડ કરવામાં આવી હતી અને તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો. ગયા ઑગસ્ટમાં અજય તેને છોડી ગયો હતો ત્યારે મકાનમાલિકે પણ શિખાને પોતાના અપાર્ટમેન્ટમાંથી હાંકી કાઢી હતી. ત્યારે પણ શિખાએ ઘરે પાછા ફરવાની જગ્યાએ ટીચરની નોકરી કરી હતી, કારણ કે તે પોતાના પેરન્ટ્સના ઘરે પાછી ફરવા નહોતી માગતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK