સૌરાષ્ટ્ર-દ. ગુજરાતના હાઈવેને 1700 કરોડના ખર્ચે સિક્સ લેન કરાશે

ગાંધીનગર | Aug 13, 2019, 20:30 IST

રાજ્યમાં વધુ એક હાઈ વે સિક્સ લેન બનવા જઈ રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ જાહેરાત કરી છે. દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર વચ્ચેના હાઈવેને સિક્સ માર્ગીય કરવાની જાહેરાત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-દ. ગુજરાતના હાઈવેને 1700 કરોડના ખર્ચે સિક્સ લેન કરાશે

રાજ્યમાં વધુ એક હાઈ વે સિક્સ લેન બનવા જઈ રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ જાહેરાત કરી છે. દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર વચ્ચેના હાઈવેને સિક્સ માર્ગીય કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના માર્ગ-મકાન વિભાગ અને રાજ્યના માર્ગ વિકાસ નિગમ દ્વારા બગોદરા-તારાપુર-વાસદના સિક્સ લેન રોડનું કામ ચાલું છે. ત્યારે આજે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 48 કરોડના ખર્ચે તૈયાર થયેલા પુલનું લોકાર્પણ કરવા દરમિયાન આ જાહેરાત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાજર રહ્યા હતા.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને સિક્સ લેન કરવાની જાહેરાત દરમિયાન નીતિન પટેલે કહ્યું,'લાંબા સમયથી લોકોની રજૂઆત હતી કે, દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રની મુસાફરી બહુ લાંબી થઇ પડે છે ત્યારે બગોદરા-તારાપુરથી વાસદના માર્ગને છ માર્ગીય બનાવી ઝડપી મુસાફરી માટેનાં માર્ગ મોકળા કરી દેવામાં આવ્યા છે. આ સિક્સ લેન સુઆયોજિત આંતરમાળખાકીય પરિવહનને કારણે ઇંધણ, સમયમાં ઘટાડો થશે. સાથે સાથે અકસ્માતોની સંભાવના પણ ઘટશે.

આ ઉપરાંત નીતિન પટેલે કહ્યું કે રોડને સિક્સ લેન કરવાનું કામ આગામી 2 વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે. જેમાં બગોદરાથી તારાપુરનો ૫૩.૮૦૦ કિ.મી.નો રસ્તો અંદાજિત રૂા. 649 કરોડના ખર્ચે તૈયાર થશે. જ્યારે બીજા તબક્કામાં તારાપુરથી વાસદ સુધીનો 48.10 કિ.મી.ના છ માર્ગિય રસ્તાનું કામ અંદાજે રૂા. 1005 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જેનાથી પરિવહન વ્યવસ્થા વધુ સરળ બની રહેશે જેનો અંદાજે રૂા. 1700 કરોડનો ખર્ચ થશે,”.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK