નેત્રદાન માટે ૨૫૫ ને રક્તદાન માટે ૧૧૫ જણ આગળ આવ્યા

Published: 3rd October, 2011 21:06 IST

મલાડમાં થયેલી હત્યામાં મૃત્યુ પામેલાં સિનિયર સિટિઝન સરોજ પટેલને જોગેશ્વરીના નવરાત્રિ મંડળે અનોખી શ્રદ્ધાંજલિ આપવા માટે બ્લડ અને આઇ ડોનેશન કૅમ્પનું આયોજન કર્યું હતું. આમાં ૨૫૫ લોકોએ પોતાની આંખો મૃત્યુ બાદ અન્ય જરૂરતમંદને ઉપયોગમાં આવે એ માટે ગઈ કાલે દાન કરવાનું વચન આપ્યું હતું અને ૧૧૫ લોકોએ રક્તદાન કર્યું હતું.સરોજ પટેલને જોગેશ્વરીના ઉષાકુંજ બિલ્ડિંગના એક સમયના પાડોશીઓએ આઇ અને બ્લડ ડોનેશન કૅમ્પનું સફળ આયોજન શ્રી ઉષાકુંજ નવરાત્રિ મંડળના નેજા હેઠળ કર્યું હતું. આ વિશે વધુ માહિતી આપતાં શ્રી ઉષાકુંજ નવરાત્રિ મંડળનાં કાર્યકર્તા સ્નેહલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે પહેલા દિવસે લોકોનું જે પ્રોત્સાહન અમને મળ્યું એને લીધે અમે દશેરા સુધી નેત્રદાન અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે. આજે એક દિવસના બ્લડ-ડોનેશનમાં ૧૧૫ લોકો જ બ્લડ ડોનેટ કરી શક્યા, ખરેખર તો વધુ લોકો કરવા ઇચ્છતા હતા, પણ હીમોગ્લોબિન ઓછું હોવાથી અને બ્લડપ્રેશરના પ્રૉબ્લેમને કારણે કરી શક્યા નહીં. ૨૫૫ લોકોએ પોતાની આઇ ડોનેટ કરવાનું નક્કી કર્યું છે અને દશેરા સુધી એની સંખ્યા ૩૫૦થી વધુ થવાની અમને આશા છે.’

શ્રી ઉષાકુંજ નવરાત્રિ મંડળ ગયા વર્ષે‍ સિનિયર સિટિઝનોને શર્ડિી સાંઈબાબાનાં દર્શને લઈ ગયું હતું અને આ વર્ષે દિવાળી પછી અંબાજીનાં દર્શન માટે લઈ જવાનું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK