લોકલ અને બહારગામની ટ્રેનોમાં નિયંત્રણો હોવાથી અનધિકૃત પ્રવાસીઓ ટ્રેનમાં પ્રવાસ ન કરે તે માટે સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝને વરિષ્ઠ અધિકારીઓ અને ટિકીટ ચેકિંગ સ્ટાફની એક સ્પેશ્યિલ ટીમની રચના કરી હતી. આ ટીમે જૂન મહિનાથી લઈને 20 નવેમ્બર સુધીમાં 43,526 કર્મચારીઓ પાસેથી રૂ.1.50 કરોડનો દંડ વસૂલ્યો છે.
આ પણ વાચોઃ સામાન્ય જનતા માટે ડિસેમ્બર સુધી લોકલ નહીંઃ પાલિકા કમિશનર
એક અધિકારીએ કહ્યું કે, આ 43,526 કેસમાંથી 39,516 સબર્બન ટ્રેનના છે, જેમની પાસેથી રૂ.1.10 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે, જ્યારે 4000 કેસ એક્સપ્રેસ ટ્રેનોના છે જેમની પાસેથી રૂ.40 લાખની વસૂલી કરવામાં આવી છે.
43,516માંથી 36,754ને નિયમિત ટિકીટ ચેકિંગ વખતે પકડી પાડવામાં આવ્યા હતા, જ્યારે 4,616 લોકોને સઘન તપાસમાં અને 2,146 લોકોને સ્પેશ્યિલ ટિકીટ ચેકિંગ કરતા સમયે પકડવામાં આવ્યા હતા.
લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે પ્રવાસીઓએ શોધી કાઢ્યો રસ્તો, દંડનો ડર દૂર
13th January, 2021 05:31 ISTસેન્ટ્રલ રેલવેએ એક લાખ ખુદાબક્ષો પાસેથી એક કરોડ રૂપિયા વસૂલ્યા
8th January, 2021 09:16 ISTસેન્ટ્રલ રેલવે સ્ટેશન પર શરૂ થઈ રહી છે ઇ-બાઇક સેવા
6th January, 2021 16:40 ISTયાત્રી કૃપ્યા ધ્યાન દે
4th January, 2021 10:12 IST