Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જયંતી ભાનુશાલીના મર્ડરનું કારણ સીક્રેટ મોબાઇલ વિડિયો

જયંતી ભાનુશાલીના મર્ડરનું કારણ સીક્રેટ મોબાઇલ વિડિયો

14 January, 2019 08:31 AM IST |
Rashmin Shah | rashmin.shah@mid-day.com

જયંતી ભાનુશાલીના મર્ડરનું કારણ સીક્રેટ મોબાઇલ વિડિયો

જયંતી ભાનુશાલી

જયંતી ભાનુશાલી


અબડાસાના ભૂતપૂર્વ વિધાનસભ્ય જયંતી ભાનુશાલીની હત્યામાં તેમનો મોબાઇલ કારણભૂત બન્યો હોય એવા તારણ પર હવે પોલીસ પહોંચતી જાય છે. ગુજરાત CID (ક્રાઇમ) માને છે કે જયંતી ભાનુશાલીના ગુમ થયેલા મોબાઇલમાં એવા વિડિયો હતા જે અનેક લોકો માટે જોખમી હોઈ શકે છે. આ વાતનું તારણ પણ એ કારણે આવ્યું છે કે જયંતીભાઈના બાકીના બે મોબાઇલમાં પણ એવી વાંધાજનક વાતોના વિડિયો મળ્યા છે જે વિડિયો જાહેર થાય તો ગુજરાત જ નહીં, દેશના અનેક નેતાઓના પગ નીચેથી જમીન સરકી જાય. આ વિડિયોમાં જયંતીભાઈ પોતે પણ દેખાય છે અને એ નેતાઓ પણ દેખાય છે. જમીનથી લઈને પાર્ટીમાં કરવામાં આવનારા ચેન્જ વિશેની એ મીટિંગોનું પણ વિડિયો-રેકૉર્ડિંગ થયું છે.

ગુજરાત પોલીસનું માનવું છે કે જે મોબાઇલ ગુમ થયો છે એમાં વધારે સ્ફોટક વિડિયો હોઈ શકે છે. જયંતીભાઈનું નામ અત્યાર સુધીમાં બે વખત સેક્સ સંબંધિત વિવાદના મુદ્દામાં છેડાયું છે, જેમાંથી એક વખત મનીષા ગોસ્વામીએ તેમના પર એવા આક્ષેપો કર્યા હતા તો ગયા વર્ષે સુરતની એક યુવતીએ એવા આક્ષેપો કર્યા હતા. પોલીસનું માનવું છે કે એ કેસ અને આક્ષેપો રિલેટેડ વિડિયો પણ એ મોબાઇલમાં હોઈ શકે છે. પોલીસનું આ માનવા પાછળનું કારણ પણ એ છે કે જયંતીભાઈની બૅગમાંથી તેમના બીજા કોઈ આર્ટિકલ નહોતા મળ્યા પણ તેમની વિરુદ્ધ ન્યુઝપેપરમાં આવેલા સેક્સ-સ્કૅમના ન્યુઝનાં કટિંગ જ મળ્યાં હતાં.અટકાયત, પણ જાહેરાત નહીં.



આ પણ વાંચો : સવર્ણ અનામતની અસરઃ GPSCની પરીક્ષાના કાર્યક્રમમાં થશે ફેરફાર


ગુજરાત CID (ક્રાઇમ)ના સોર્સમાંથી જાણવા મળ્યા પ્રમાણે મનીષા ગોસ્વામીની ભુજમાંથી અને તેના બન્ïને સાથી સુરજિત અને શેખરની ઉત્તર પ્રદેશમાંથી અટકાયત કરવામાં આવી છે, પણ એ અટકાયતને હજી સુધી જાહેર કરવામાં નથી આવી. એવી ધારણા મૂકવામાં આવે છે કે તેમની પાસેથી બધી માહિતી કઢાવી લીધા પછી આવતી કાલે એની ઑફિશ્યલ પ્રેસ-કૉન્ફરન્સ કરવામાં આવે અને આખો કેસ ખુલ્લો મૂકવામાં આવે. આવતી કાલે જયંતી ભાનુશાલીની હત્યાને એક વીક પૂરું થશે.


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2019 08:31 AM IST | | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK