પહેલી નજરે પ્રેમ થાય કે આકર્ષણ?

Published: 14th February, 2021 15:19 IST | Rupali Shah | Mumbai

પ્રેમમાં પડીને જિંદગીની રફતારને બીજો વળાંક ન આપી દેવાય એની સમજણ તો હવે યુવાનીને ઉંબરે પગ મૂકતાં જ આવી જાય છે. અમે વીસીમાં જસ્ટ પ્રવેશ્યા જ હોય એવા યંગસ્ટર્સ સાથે વાત કરી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

પ્રેમની બાબતમાં પણ આજની જનરેશન બહુ ફાસ્ટ છે. બહુ નાની ઉંમરે કોઈક માટે ક્રશ ફીલ કરવા લાગે છે અને બહુ નાની ઉંમરે એક-બે-ત્રણ લવ અફેર્સ અને બ્રેક-અપ્સનો અનુભવ મેળવી લે છે. જોકે પ્રેમમાં પડીને જિંદગીની રફતારને બીજો વળાંક ન આપી દેવાય એની સમજણ તો હવે યુવાનીને ઉંબરે પગ મૂકતાં જ આવી જાય છે. અમે વીસીમાં જસ્ટ પ્રવેશ્યા જ હોય એવા યંગસ્ટર્સ સાથે વાત કરી છે. આ ઉંમરે તો ભલભલા પ્રેમમાં આંધળા થઈ જાય, પણ આ યુવાનોનું ડહાપણ વાંચશો તો દંગ રહી જશો

મારા મતે લવ ઍટ ફર્સ્ટ સાઇટનો કન્સેપ્ટ એક્ઝિસ્ટ જ નથી કરતો

ચાંદની દીપક ધાબલિયા,

૨૧ વર્ષ, કાંદિવલી (વેસ્ટ)

કાંદિવલી-વેસ્ટમાં રહેતી ચાંદની ધાબલિયાએ સાયકોલૉજીમાં ગ્રૅજ્યુએશન કર્યું છે. આ જ ફીલ્ડમાં આગળ તે માસ્ટર્સની સ્ટડી કરી રહી છે. ચાંદની માટે પ્રેમ એટલે એક એવી વ્યક્તિ સાથે જોડાવું જેમાં તેનો બાહ્ય દેખાવ જ નહીં, પણ સોલથી સોલ તે જોડાયેલો હોય. ચાંદની કહે છે, ‘સમથિંગ ધેટ ઇઝ વેરી પ્યૉર. પ્રેમમાં ફક્ત બ્યુટી પર ફોકસ નથી થતું, પણ એ વ્યક્તિનો સ્વભાવ, તેની તમારા પ્રત્યેની રિસ્પેક્ટ જેવી અનેક બાબતો કન્સિડર થતી હોય છે. ઇન્ફૅચ્યુએશન એટલે અટ્રૅક્શન. પ્રેમથી તદ્દન વિરુદ્ધ. આકર્ષણમાં તમે એક વ્યક્તિને લાઇક કરો છો. એમાં તેનો દેખાવ, તેની ખુદની ક્વૉલિટી આવી શકે, પણ તેનું તમારા કે બીજા પ્રત્યેનું બિહેવિયર, ટ્રીટ કરવાની રીત એ બધું નથી આવતું. અહીં સોલ ટુ સોલનું કનેક્શન નથી હોતું.’

 પહેલી નજરના પ્રેમ માટે ચાંદની પોતાના વિચારો શૅર કરતાં આગળ કહે છે, ‘મારા માટે લવ ઍટ ફર્સ્ટ સાઇટ કન્સેપ્ટ જ એક્ઝિસ્ટ નથી કરતો. અટ્રૅક્શન પહેલી નજરે થઈ શકે, પણ જ્યાં સુધી એ વ્યક્તિ સાથે તમારી કમ્પેટિબિલિટી અને અન્ડરસ્ટૅન્ડિંગ કેટલું છે એની ખબર ન પડે ત્યાં સુધી લવવાળા સ્ટેજ પર પહોંચવું નૉટ પૉસિબલ. ટીનએજમાં કોઈ વ્યક્તિ, ઍક્ટર કે ટીચર ગમી શકે, પણ એ એજમાં એટલું તો સમજાયું હતું કે લાઇફ આના કરતાં આગળ ઘણી વધારે છે. એટલે લાંબું વિચારવાનું આવ્યું જ નથી. મને કોઈ મારા દેખાવ માટે નહીં, પણ હું જે છું એ માટે સ્વીકારે. આપણે એમ કહીએ છીએને કે જેના જીવનમાં પ્રેમ ઉમેરાય તેની લાઇફમાં હૅપિનેસ વધે તો આવી વ્યક્તિ લાઇફમાં આવે ત્યારે પ્રેમ થયો કહેવાય. આવું આકર્ષણમાં ન થાય.’

ચાંદની પહેલેથી કરીઅર-ઓરિયેન્ટેડ રહી છે. તે કહે છે, ‘હું કોઈ પણ બાબત માટે સમય માગી લઉં છું. મારું ફોકસ સેલ્ફ ગ્રોથ પર રહ્યું છે. મારી આઇડેન્ટિટી સ્ટ્રૉન્ગ હોવી જોઈએ. હું ખુદને લવ કરીશ તો કોઈ એવું મળશે જે મને લવ કરી શકે, એટલે આકર્ષણ વર્ડ મને અટ્રૅક્ટ નથી કરતો.’

પ્રેમ અને ક્લોઝનેસ ગો હૅન્ડ ઇન હૅન્ડ એવું કહેતાં ચાંદની આગળ કહે છે, ‘હું કોઈ વ્યક્તિને પ્રેમ કરું તો તે પહેલાં મારી તેની સાથે બેસ્ટ ફ્રેન્ડ જેવી ફીલિંગ હોવી જરૂરી છે. હું મારા પેરન્ટ્સ અને ફ્રેન્ડ્સ સાથે પણ ક્લોઝ હોઈશ, પણ પાર્ટનર સાથેની ક્લોઝનેસ અલગ હશે. હું કશું શૅર કરું તો તે મને જજ ન કરે અને મને ગાઇડ પણ કરે.’

લવમાં લૉન્ગ ટર્મ રિલેશનશિપ ઇચ્છો તો જ એક સ્ટેપ આગળ વધીને કમિટમેન્ટ સાથે લવ કરવો જોઈએ એવું માનતી ચાંદની કહે છે, ‘હવે હું એ સ્ટેજ પર પહોંચી છું કે લવ અને કરીઅર બન્ને બૅલૅન્સ કરી શકું. સો નાઉ આઇ વિલ એક્સ્પીરિયન્સ સમથિંગ લાઇક ધેટ.’

આકર્ષણને પ્રેમની પહેલી સીડી કહી શકાય, પણ પ્રેમ તો નહીં જ

- હેત્વી શાહ, ૨૧ વર્ષ, મલાડ (ઈસ્ટ)

મલાડ-ઈસ્ટમાં રહેતી હેત્વી સચિન શાહ આઇટી એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સના લાસ્ટ સેમિસ્ટરમાં છે. તે કહે છે, ‘પ્રેમ એટલે સેન્સ ઑફ પીસ. તમે કોઈ વ્યક્તિ સાથે હો ત્યારે તમને સૂકુન, હૂંફ અનુભવાય. બે જણ વચ્ચે એક પ્યૉર લાગણી વહેતી હોય. તમારું અને તે વ્યક્તિનું સોલ કનેક્શન હોય. આકર્ષણને પ્રેમની પહેલી સીડી કહી શકાય, પ્રેમ તો નહીં જ. બાકી ટીનએજમાં ઇન્ફૅક્ચ્યુએશન ગમે ત્યારે થઈ શકે. તમને કોઈ વ્યક્તિનો બાહ્ય દેખાવ ગમી જાય પણ ત્યાર પછીના સ્ટેપમાં જ્યારે તેની સાથે વાતચીતનો દોર શરૂ કરો, વિચારોની આપ-લે કરો ત્યારે તમને સમજાય કે આની સાથે આપણો મૅચ નથી તો તમે ત્યાં જ સ્ટૉપ થઈ જાઓ. એ આકર્ષણને તમે પ્રેમમાં કન્વર્ટ જ ન થવા દો. ટીનએજમાં મોસ્ટ્લી બધાને કોઈ ને કોઈ આવો અનુભવ કદાચ થતો હશે. કોઈની પર્સનાલિટીથી કે આઉટવર્ડ અપિયરયન્સથી અટ્રૅક્ટ થઈ જવાતું હોય અને બધું કલરફુલ લાગવા માંડે, પણ થોડા જ સમયમાં તમારી વેવલેંગ્થ ન મળે એટલે બધું નૉર્મલ થઈ જાય.’

પહેલી નજરના પ્રેમ વિશે હેત્વી કહે છે, ‘મારી આસપાસ ઘણા ફ્રેન્ડ્સને મેં એવું કહેતા સાંભળ્યા છે કે તેમને પહેલી નજરે પ્રેમ થઈ ગયો. એક વાર મળીને જ તેમને લાગે છે કે આ જ મારો સોલમૅટ છે. પણ મારી સાથે એવું થયું નથી. હું એમાં બિલકુલ બિલીવ નથી કરતી.’

જોકે હેત્વીને લાગે છે કે તેનું જનરેશન રેકલેસ થઈ ગયું છે. આજે મળ્યાં, થોડો વખતમાં વધુ ક્લોઝ આવ્યાં ત્યાં બ્રેક-અપનો સ્ટેજ આવી જાય. એ વખતે એકબીજા માટેની જેન્યુઇન ફીલિંગ હોવા છતાં બન્ને એકબીજા પર ડાઉટ કરવા માંડે કે આ તો ફક્ત અટ્રૅક્શન જ હતું.

અટ્રૅક્શનમાં બ્યુટી પહેલી આવે, જ્યારે લવમાં સામી વ્યક્તિનું હૃદય જોવાય

જૈનિષ જોષી, ૧૦ વર્ષ, ચર્ની રોડ

‘લવ ઍટ ફર્સ્ટ સાઇટ કેવી રીતે થાય? તમે કોઈને જાણો, તેનાં વાણી, વર્તન, સ્વભાવ ગમે. તેની અમુક ન ગમતી વાતો પણ ચલાવી શકો તો પ્રેમ થયો કહેવાય.’ ઇન્વેસ્ટમેન્ટ મૅનેજમેન્ટના સેકન્ડ યરમાં ભણતો જૈનિષ જોષી પોતાના વિચારો શૅર કરતાં આગળ કહે છે, ‘પહેલી વાર જોતાં ગમી જાય એ અટ્રૅક્શન હોય, લવ ન જ કહેવાય. ટીનએજમાં કોઈના પર પણ અટ્રૅક્શન થાય. શરૂઆત ભલે અટ્રૅક્શનથી થતી હોય, પણ પછી એ ફીલિંગ ધીમે-ધીમે ફ્રેન્ડશિપમાં, ગુડ ફ્રેન્ડમાં, બેસ્ટ ફ્રેન્ડમાં અને ત્યાર પછી લવમાં કન્વર્ટ થાય. બાકી પ્રેમ જો ફક્ત આકર્ષણ હોય તો એક લેવલ પછી બદલાઈ જાય છે.’

સામી વ્યક્તિનો પાસ્ટ સ્વીકારી, પ્રેઝન્ટમાં તેનાં દરેક અપ્સ ઍન્ડ ડાઉન્સમાં તેની સાથે રહેવાની અને તેના બેસ્ટ ફ્યુચર માટે સપોર્ટ કરવાની ઇચ્છા એટલે લવ છે એવું માનતો જૈનિષ આગળ કહે છે, ‘અટ્રૅક્શનમાં બ્યુટી અને બૉડી પહેલાં આવે છે, જ્યારે લવમાં તમે સામી વ્યક્તિનું હૃદય જોતા હો છો.’

આકર્ષણ કોઈની પણ સાથે થાય, પણ દરેક બીજી વ્યક્તિ પર તમે ભરોસો મૂકીને આગળ નથી વધતા. આખી દુનિયાને પ્રેમ કરવા જઈએ તો પ્રેમનું વજન ન રહે એમ કહીને જૈનિષ ઉમેરે છે, ‘તમે એક વાર કોઈની સાથે રિલેશનશિપમાં આગળ વધો પછી એમાં કમિટમેન્ટ અને લૉયલ્ટી હોવી જરૂરી છે.’

મારા ખ્યાલથી લવ ઍટ ફર્સ્ટ સાઇટ મોટા ભાગે અટ્રૅક્શન જ હોય

નિધિશા સંજય ચોકસી,

૨૧ વર્ષ, સાઉથ મુંબઈ

ટીનએજમાં બધું જ સારું લાગતું હોય છે, પણ લવ ‘જબ વી મેટ’ ફિલ્મ જેવો છે, તરત નથી થઈ જતો. એવું માનતી દક્ષિણ મુંબઈની નિધિશા ચોકસી કહે છે, ‘ટીનએજમાં ઘણી વાર તમને ટીચર, ઍક્ટર કે તમારી હમઉમ્ર વ્યક્તિ માટે ક્રશ થઈ જતો હોય છે, પણ એ તબક્કો બહુ ઓછા સમય માટે રહે છે. કારણ કે જેમ તમારી મૅચ્યોરિટી લેવલ વધતી જાય છે તેમ તમને ઇન્ફૅક્ચ્યુએશન અને પ્રેમ વચ્ચેનો તફાવતની ખબર પડવા માંડે છે અને ત્યારે એ અટ્રૅક્શન સહજ અને ગૌણ લાગે છે.’

બીકૉમની ડિગ્રી મેળવ્યા બાદ એલએલબી ભણવાનું શરૂ કરતી નિધિશાનું અત્યારે તો સીધું ફોકસ કરીઅર જ છે. પણ તે કહે છે, ‘પ્રેમ કોઈ ઘટના નથી કે અચાનક થઈ જાય. કોઈને પહેલી વાર જોયા પછી તેને વારંવાર મળતા રહો, એનો નેચર, કૅરૅક્ટર, બિહેવિયર, પર્સનાલિટી ગમવા માંડે ત્યારે પ્રેમનો અનુભવ થાય છે. કરીઅરના આ સ્ટેજ પર ઑન ધ વે મારી સાથે કમ્પેટિબિલિટી અને કમ્ફર્ટ ફીલ કરતી વ્યક્તિ મળી જાય તો પ્રેમ કરવામાં કશું ખોટું પણ નથી. ટીનએજમાં તમને ભવિષ્યની સમજ નથી હોતી, પણ આ એજમાં તમે એકબીજાની કરીઅર વિશે, ભવિષ્યના પ્લાન વિશે ચર્ચા કરી શકો એટલા પરિપક્વ થઈ ગયા હો છો.’

જોકે પ્રેમ માટે વૅલેન્ટાઇન્સ ડે એક જ દિવસ શા માટે એવું વિચારતી નિધિશા કહે છે, ‘હું તો લવને ૩૬૫ દિવસ સેલિબ્રેટ કરવામાં માનું છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK