એક સાઈકલ, એક હજારની સબસિડી, રાજકોટ મનપાની જાહેરાત

Updated: Aug 16, 2019, 12:21 IST | રશ્મિન શાહ | રાજકોટ

એક સાઈકલ, એક હજારની સબસિડી.આ કોઈ વિદેશના દેશની અનાઉન્સમેન્ટ નથી, આ જાહેરાત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી છે

એક સાઈકલ, એક હજારની સબસિડી, રાજકોટ મનપાની જાહેરાત
એક સાઈકલ, એક હજારની સબસિડી, રાજકોટ મનપાની જાહેરાત

સ્વિટ્ઝરલૅન્ડ, યુનાઇટેડ આરબ અમીરાત, કૅનેડા જેવા વિકસિત દેશની સેન્ટ્રલ ગવર્નમેન્ટ સાઇકલ ખરીદનારાને સબસિડી આપે છે અને હવે આ દેશની સમકક્ષ રાજકોટ બન્યું છે. ગઈ કાલે રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશને સત્તાવાર જાહેરાત કરી છે કે રાજકોટમાં રહેતી વ્યક્તિ જો સાઇકલ ખરીદશે તો તેને ૧૦૦૦ રૂપિયાની સબસિડી આપવામાં આવશે. પૉલ્યુશન કન્ટ્રોલ અને હેલ્થની બાબતમાં વધારે જાગૃતિ આવે એવા હેતુથી કૉર્પોરેશને સબસિડી આપવાનો નિર્ણય લીધો છે. સબસિડી મેળવવા પ્રાપ્ત સાઇકલનો એક સરળ નિયમ છે કે એ ઇન્ડિયન મેક હોવી જોઈએ. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે ‘એક્સરસાઇઝમાં પણ ‌સાઇક્લિંગ આવશ્યક છે અને લોકોમાં હવે જાગૃતિ પણ આવી છે. એક સમય હતો કે રાજકોટમાં સાઇકલના બેથી ત્રણ સ્ટોર હતા, હવે ૧૫થી વધારે સાઇકલના સ્ટોર છે.’

આ પણ જુઓઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

કૉર્પોરેશન ત્રણ મહિનામાં સાઇકલ ખરીદનારના બૅન્ક-અકાઉન્ટમાં સબસિડી જમા કરાવશે. એ માટે સાઇકલ ખરીદીનું ચેસિસ નંબર બિલ સાથેનું બિલ, આધાર કાર્ડની કૉપી સાથે કૉર્પોરેશનનું ફૉર્મ ભરવાનું રહેશે. અત્યારના તબક્કે કૉપોર્રેશને ૧૦,૦૦૦ સાઇકલ સુધી સબસિડી આપવાનું ‌નક્કી કર્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK