રાજકોટ : કંપનીના નામથી નકલી મિનરલ વોટર બનાવતું કારખાનું ઝડપાયું

Updated: Jun 24, 2019, 20:14 IST | Rajkot

રોજકોટ કોર્પોરેશનના આરોગ્ય શાખાના ફુડ વિભાગ સક્રિય થયું હતું. રાજકોટ મનપાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા બનાવટી પેકેડ મિનરલ ડ્રિન્કીંગ વોટર વેચાતું અને ઉત્પાદન થતું હોવાની ફરિયાદ મળી હતી.

ડુપ્લિકેટ મિનરલ પાણીની ફેકટરી ઝડપાઇ (PC : Bipin Tankaria)
ડુપ્લિકેટ મિનરલ પાણીની ફેકટરી ઝડપાઇ (PC : Bipin Tankaria)

Rajkot : ગુજરાતમાં વરસાદનો માહોલ આવી ગયો છે. ત્યારે વરસાદ બાદ બિમારી ન ફેલાય તે માટે વધુ ખ્યાન રાખવું પડતું હોય છે. જેના ભાગ રૂપે રોજકોટ કોર્પોરેશનના આરોગ્ય શાખાના ફુડ વિભાગ સક્રિય થયું હતું. રાજકોટ મનપાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા બનાવટી પેકેડ મિનરલ ડ્રિન્કીંગ વોટર વેચાતું અને ઉત્પાદન થતું હોવાની ફરિયાદ મળી હતી. આરોગ્ય વિભાગે મળેલી માહિતીના આધારે રેડ પાડી આજીડેમ રિંગ રોડ નજીક આવેલા રામનગર-1માં નિયતી બેવરજીસ નામથી ચાલતા મિનરલ વોટર બનાવતા કારખાનામાં રેડ પાડી હતી. તપાસ દરમિયાન પાણીના કોઇપણ જાતના પરીક્ષણ વગર અને બીઆઇએસની મંજૂરી વિના મિનરલ વોટરનું ઉત્પાદન થતું હોવાનું જાણવા મળ્યું હતું. આ કારખાનું દિવ્યેશ પી. જોશી નામનો શખ્સ ચલાવતો હતો. દિવ્યેશ ફૂડ લાયસન્સ નંબર તથા બનાવટી આઇએસઆઇ નંબરથી 250, 500 એમએલ અને 1 લીટરની મિનરલ બોટલ બનાવતો હતો.


રેડ દરમિયાન કારખાનામાં અનેક ગેરકાયદે પ્રવૃતીઓ ચાલી રહી હતી


1) સ્થળ ઉપર 250 એમ.એલ., 500 એમ.એલ. તથા 1 લીટરની પેકેડ પાણીની “નિયતી” બ્રાન્ડથી ઉત્પાદન થતું હતું.


2) પેકેજડ મિનરલ ડ્રિન્કીંગ વોટર બનાવવા માટે સ્થળ પરના બોરના પાણીનું પરીક્ષણ કરાવવામાં આવતું ન હોતું


3) સ્થળ પર મિનરલ વોટર બનાવવા માટેના ઉત્પાદન કેન્દ્રમાં બીઆઈએસ (બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ) તથા FSSAI ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના નિયમોનું પાલન થતું ન હોતું.

Duplicate Mineral Water factory

4) દરરોજના અંદાજીત 70થી 100 પાણીની બોટલના કાર્ટુન વેચાણ કરવામાં આવતા હતા.

 

5) પેકેડ પાણીની બોટલ પર કોઈ પણ જાતની મંજૂરી વગરના ફૂડ લાયસન્સ તથા BISના આઈએસઆઈ નંબર દર્શાવી લોકોના આરોગ્ય સાથે છેતરામણી કરાતી હતી.

 

6) આ કામગીરી અંદાજીત બેથી ત્રણ માસથી આ સ્થળે ચાલતી હતી

આ પણ જુઓ : અમદાવાદઃ સરસપુરમાં જગતના નાથને ધરાવાયો 151 કિલો કેરીનો મનોરથ, મનમોહક છે તસવીરો

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કરવામાં આવેલી કામગીરી


1) સ્થળ પર રોજકામ કરી સ્થળ પરનો તમામ પાણીની બોટલનો જથ્થો સીઝ કર્યો છે.


2) પેકેડ મિનરલ વોટર માટેની મંજૂરી આપતી ઓથોરીટી BISના સ્થાનિક અધિકારીને જાણ કરી છે. જેના દ્વારા BISના નિયમો મુજબ ફોજદારી તથા દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

 

3) લોકોના આરોગ્ય સાથે ચેડા અટકવવા ઉત્પાદન કેન્દ્રના માલીકે સ્થળ ઉપર ઉત્પાદન ન કરવા જણાવ્યું છે

 

4) સ્થળ ઉપરથી પેકેડ મિનરલ વોટર બોટલના પાણીના સેમ્પલ પરીક્ષણ અર્થે લેવામાં આવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK