Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > બૉયફ્રેન્ડને સીધો કરવો હોય તો આવું કરવું જ પડે

બૉયફ્રેન્ડને સીધો કરવો હોય તો આવું કરવું જ પડે

07 December, 2012 04:17 AM IST |

બૉયફ્રેન્ડને સીધો કરવો હોય તો આવું કરવું જ પડે

બૉયફ્રેન્ડને સીધો કરવો હોય તો આવું કરવું જ પડે



પ્યાર કે સાઈડ ઇફેક્ટ્સ : રાજકોટમાં ગર્લફ્રેન્ડે પેટ્રોલ છાંટીને સળગાવી દીધેલી બોયફ્રેન્ડની કાર. તસવીર : ચિરાગ ચોટલિયા





પ્રેમ અને લાગણી કાબૂમાં રહે ત્યાં સુધી સારાં છે, બાકી કાબૂ બહારના સંબંધો ક્યારેક કફોડી હાલત સર્જી દેતા હોય છે. ગઈ કાલે રાજકોટ શહેરમાં આ ઉક્તિ સાચી કહેવડાવે એવી ઘટના ઘટી હતી. રાજકોટના ડૉ. યાજ્ઞિક રોડ પર આવેલા સ્ટાર ચેમ્બર્સ નામના બિલ્ડિંગના પાર્કિંગમાં બુધવારે બપોરે અઢી વાગ્યે હૉન્ડા કંપનીની જૅઝ મૉડલની કાર અચાનક જ સળગી ગઈ. કારને ઠારવા માટે ફાયર-બ્રિગેડ આવી અને ફાયર-બ્રિગેડમાં એન્ટ્રી થઈ એટલે પોલીસ-ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રી થઈ અને પોલીસ-ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રી થઈ એના એક કલાક પછી જે વાત જાણવા મળી એ જાણ્યા પછી હસવું કે રડવું એની સમજ નહોતી પડતી.

હકીકત એ હતી કે આ કાર રાજકોટમાં પ્રાઇવેટ ટયુશનક્લાસ ચલાવતા બત્રીસ વર્ષના સાહિલ શાહ (નામ બદલ્યું છે)ની હતી. સાહિલ અને રાજકોટમાં જ રહેતી વાણી ભટ્ટ (નામ બદલ્યું છે) વચ્ચે બે વર્ષથી અફેર હતું. બન્નેના ઘરે આ વાતની ખબર નહોતી.

બુધવારે વાણી સાહિલને મળવા માટે ક્લાસ પર આવી, પણ ક્લાસ ચાલુ હોવાથી તેણે મળવા માટે પાર્કિંગમાં આવવાની ના પાડી દીધી. સાહિલની ના સાંભળીને વાણીને ગુસ્સો આવ્યો અને આ ગુસ્સામાં બન્ને વચ્ચે ઝઘડો શરૂ થયો. આ ઝઘડામાં વાણીએ સાહિલને ધમકી આપી દીધી કે જો તું નીચે મળવા નહીં આવે તો તારે પસ્તાવું પડશે. સાહિલે પણ સંભળાવી દીધું કે તારાથી થાય એ કરી લે. બસ, પત્યું. વાણીએ પાર્કિંગમાં પડેલા પોતાના ઍક્ટિવા સ્કૂટરની પેટ્રોલની ટાંકીમાંથી મૅક્સિમમ પેટ્રોલ કાઢ્યું અને સાહિલની કાર પર છાંટીને માચીસ મૂકી રવાના થઈ ગઈ.

રાજકોટના પ્રદ્યુમન પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર એચ. કે. બાંભણિયાએ ઘટનાની પુષ્ટિ આપતાં કહ્યું હતું કે ‘હા, આ ઘટના બની છે, પણ છોકરીના હિતમાં અમે એ બન્નેનાં નામ જાહેર કરવા નથી માગતા.

વાણીનો ‘મિડ-ડે’એ કૉન્ટૅક્ટ કર્યો ત્યારે તેણે કોઈ સંકોચ વિના ગાડી સળગાવી નાખ્યાનું કબૂલ કર્યું હતું અને કહ્યું હતું કે ‘બૉયફ્રેન્ડને સીધો કરવો હોય તો આવું કરવું જ પડે.’


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2012 04:17 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK