Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લખનઉઃચૂંટણી રથમાં સવાર થયા પ્રિયંકા ગાંધી, રોડ શૉ શરૂ

લખનઉઃચૂંટણી રથમાં સવાર થયા પ્રિયંકા ગાંધી, રોડ શૉ શરૂ

11 February, 2019 01:13 PM IST | લખનઉ

લખનઉઃચૂંટણી રથમાં સવાર થયા પ્રિયંકા ગાંધી, રોડ શૉ શરૂ

પ્રિયંકા ગાંધી સાથે રાહુલ પણ રોડ શોમાં જોડાશે

પ્રિયંકા ગાંધી સાથે રાહુલ પણ રોડ શોમાં જોડાશે


કોંગ્રેસના મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધી આજે પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. સત્તાવાર રીતે પ્રિયંકા ગાંધીનો આ રાજકારણમાં પ્રવેશ છે. પ્રિયંકા ગાંધી આજે ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે. યુપી પ્રવાસની શરૂઆત પ્રિયંકા ગાંધી એક મેગા રોડ શો સાથે કરવા જઈ રહ્યા છે. સવારે લગભગ 11 વાગે લખનઉમાં આ રોડ શો શરૂ થશે. જેમાં પ્રિયંકા ગાંધીની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હશે.

આ રોડ શો ઉત્તરપ્રદેશના શહીદ પથ ત્રણ રસ્તાથી અવધ ક્રોસ રોડ, આલમબાગ, નત્થા હોટેલ, હુસૈનગંજ ચાર રસ્તા, બર્લિંગટન ચાર રસ્તા, લાલ બાગ તિરાહા, હઝરત ગંજ ચાર રસ્તાથી રાજભવન થઈને કોંગ્રેસ કાર્યાલય પહોંચશે.



આ પણ વાંચોઃ પ્રિયંકાના પદ સંભાળતા જ સપા-બસપા ગઠબંધનમાં ખળભળાટ, જાણો કોંગ્રેસનો પ્લાન


લગભગ 15 કિલોમીટર લાંબો આ રોડ શો 4 કિલોમીટર ચાલશે. રોડ શોને પગલે લખનઉમાં સુરક્ષા જડબેસલાક ગોઠવી દેવાઈ છે. રોડ શોના રૂટ પર ઠેર ઠેર પોલીસ જવાનો તૈનાત થઈ ચૂક્યા છે.

લખનઉમાં આજે પ્રિયંકા ગાંધીનો રોડ શૉ, રાહુલ ગાંધી પણ હશે સાથે


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2019 01:13 PM IST | લખનઉ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK