Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રી-પેઇડ મોબાઇલ નંબર પરથી ઇન્ટરનૅશનલ કૉલ બંધ થઈ જશે

પ્રી-પેઇડ મોબાઇલ નંબર પરથી ઇન્ટરનૅશનલ કૉલ બંધ થઈ જશે

09 September, 2012 03:22 AM IST |

પ્રી-પેઇડ મોબાઇલ નંબર પરથી ઇન્ટરનૅશનલ કૉલ બંધ થઈ જશે

પ્રી-પેઇડ મોબાઇલ નંબર પરથી ઇન્ટરનૅશનલ કૉલ બંધ થઈ જશે




પ્રી-પેઇડ કનેક્શન ધરાવતા મોબાઇલધારકો ટૂંક સમયમાં તેમના ફોન પરથી ઇન્ટરનૅશનલ કૉલ નહીં કરી શકે. ગઈ કાલે ટેલિકૉમ સેક્ટરનું રેગ્યુલેશન કરતી સંસ્થા ટેલિકૉમ રેગ્યુલેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા એ પ્રી-પેઇડ મોબાઇલ કનેક્શન પરથી ઇન્ટરનૅશનલ સબસ્ક્રાઇબર ડાયલિંગ (આઇએસડી) સર્વિસ બંધ કરવાનો આદેશ મોબાઇલ કંપનીઓને આપ્યો હતો. જે પ્રી-પેઇડ કસ્ટમર તેમના ફોન પર આઇએસડી સર્વિસ ચાલુ રાખવા માગતા હશે તેઓ મોબાઇલ કંપનીને જણાવીને એ ચાલુ રખાવી શકશે. 





ટ્રાઇએ આ વિશે SMS દ્વારા ગ્રાહકોને સૂચના આપવા મોબાઇલ કંપનીઓને આદેશ આપ્યો હતો. મોબાઇલ કંપનીઓ ટૂંક સમયમાં SMS દ્વારા પ્રી-પેઇડ ગ્રાહકોને જાણકારી આપશે કે તેમની આઇએસડી સર્વિસ ૬૦ દિવસમાં બંધ થઈ જશે. વિદેશમાંથી છેતરપિંડીના ઇરાદે કરવામાં આવતા કૉલ્સ સામે અનેક લોકોએ ફરિયાદ કરતાં ટ્રાઇએ આ નિર્ણય લીધો હતો. અનેક મોબાઇલધારકોએ તેઓ ઇનામ કે લૉટરી જીત્યા હોવાની જાણકારી આપતો કૉલ વિદેશમાંથી આવ્યો હોવાની ફરિયાદ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2012 03:22 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK