પ્રવીણ રામની આહીર સ્વાભિમાન યાત્રાને બહોળો પ્રતિસાદ
પ્રવીણ રામની આગેવાનીમાં શરૂ થઈ છે આહીર સ્વાભિમાન યાત્રા
યુવા આંદોલનકારી પ્રવીણ રામની આગેવાનીમાં શરૂ થયેલી આહીર સ્વાભિમાન યાત્રા રાજસ્થાન પહોંચી ચૂકી છે. જો કે રાજસ્થાન પહોંચતા પહેલા ભાલકાતીર્થથી શરૂ થયેલી આ યાત્રાને ગુજરાતમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. ગુજરાતમાં આ યાત્રામાં હજારોની સંખ્યામાં યુવાનો જોડાયા હતા. તો યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું.
પ્રવીણ રામે સૈન્યમાં આહીર રેજિમેન્ટ બનાવવાની માગ અને દેશભરમાં 26 કરોડ આહીર સમાજની એક્તાને મજબૂત બનાવવા માટે ભાલકાતીર્થથી દિલ્હી સુધી આહીર સ્વાભિમાન યાત્રાનું આયોજન કરાયું છે. રાજસ્થાન બાદ આ યાત્રા મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા થઈને દિલ્હી તરફ કૂચ કરશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આ યાત્રાનો પ્રારંભ ભાલકાતીર્થ ખાતેથી થયો હતો. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ દેહત્યાગ કર્યો છે એ પવિત્ર માટીને સાથે લઈને હજારોની જનમેદનીની અને ડૉ મહાદેવ પ્રસાદની ઉપસ્થિતિમાં આ યાત્રાનું પ્રસ્થાન ભાલકાતીર્થ ખાતેથી થયું હતું અને યાત્રામાં કેશોદમાં પ્રખ્યાત સાહિત્યકાર રાજભા ગઢવી પણ હાજર રહી યોગેન્દ્રસિંહ યાદવની શોર્યગાથાઓ વિશે વાતો કરી હતી અને આહીર રેજીમેન્ટના મુદ્દાને યોગ્ય ગણાવ્યો હતો.
આ પણ વાંચોઃરાજકોટ: રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદનને લઈને જીતુ વાઘાણીનું પૂતળાદહન
આ યાત્રા જૂનાગઢ, કુતિયાણા, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ-ભુજ અને પાટણ જિલ્લામાંથી પસાર થઈ હતી અને ત્યારે વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને યાત્રાનું અને આંદોલનકારી પ્રવીણ રામનું સ્વાગત કર્યું હતું. આ યાત્રા 14 દિવસ સમગ્ર ભારતમાં ભ્રમણ કરશે અને તમામ ધાર્મિક સ્થળો પર ભાલકાતીર્થની માટી પહોંચાડવામાં આવશે અને 3 ફેબ્રુઆરીના રોજ આ યાત્રા રેજાંગલા સ્મારકથી દિલ્હી તરફ કુચ કરશે અને આ 3 ફેબ્રુઆરીની કુચ માં જોડાવા તમામ આહીરોને પ્રવિણ રામ દ્વારા એલાન પણ કરવામાં આવ્યું છે.


