ધિક્કાર છે આ મમ્મી પર

Published: 27th November, 2014 03:10 IST

આ દીકરી મારી નહીં પણ તારા પ્રેમીની છે એવા પતિના આક્ષેપને પગલે સગી માએ પ્રેમી સાથે મળીને છ મહિનાની ક્યુટ બેબીને પોતાના હાથે જ મારીને એક નવી જ વાર્તા ઘડી કાઢી


પ્રેમી નીલેશ પટેલમારો શું વાંક? : પ્રાંજલ પટેલ


આરોપી મમ્મી જલ્પા પટેલ


રશ્મિન શાહ

મોરબીની નંદનવન સોસાયટીમાં રહેતી જલ્પા પટેલ અને તેના અકાઉન્ટન્ટ પ્રેમી નીલેશ પટેલની ગઈ કાલે મોરબી પોલીસે જલ્પાની છ મહિનાની માસૂમ દીકરી પ્રાંજલની હત્યા માટે અરેસ્ટ કરી હતી. ધનતેરસની બપોરે જલ્પાએ જ પોલીસ-ફરિયાદ કરી હતી કે તે ઘરમાં એકલી હતી ત્યારે બે બાવાઓ આવ્યા અને તેની દીકરીને ઉપાડી ગયા. જોકે પોલીસે ૩૬ દિવસ પછી લગ્નેતર સંબંધોના આ કેસને ખુલ્લો પાડ્યો હતો.

મોરબી જિલ્લાના પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ એસ. કે. દવેએ કહ્યું હતું કે ‘જલ્પા અને નીલેશના લગ્નબાહ્ય સંબંધ હતા, જેની તેના પતિ રજનીકાંતને ખબર પડી ગઈ હોવાથી એક વખત ગુસ્સામાં રજનીકાંતે કહ્યું હતું કે આ દીકરી પણ મને તો તારા પ્રેમીની લાગે છે. જલ્પાને આ વાતનું બહુ દુખ થયું એટલે તેણે ધનતેરસની સવારે ગળું દબાવીને પ્રાંજલની હત્યા કરી નાખી અને એ પછી પ્રેમી નીલેશ સાથે જઈને તેને શહેરની બહારથી પસાર થતી નર્મદા કનૅલમાં ફેંકીને બાવાની આખી સ્ટોરી ઊભી કરી.’

છેલ્લા ૩૬ દિવસથી પોલીસ પ્રાંજલને શોધવાની કોશિશ કરતી હતી. આ કોશિશમાં પોલીસે ચાલીસથી વધુ સાધુ અને બાવાઓની અટકાયત કરી તેમની પૂછપરછ પણ કરી હતી.

અઢી વર્ષના પ્રણયસંબંધો

રજનીકાંત અને જલ્પાનાં મૅરેજને ચાર વર્ષ થયાં હતાં, જ્યારે જલ્પા અને નીલેશ વચ્ચે છેલ્લાં અઢી વર્ષથી લગ્નબાહ્ય સંબંધ હતા. જલ્પાના પતિને આ રિલેશન વિશે ખબર પડી ગઈ હતી, પણ વડીલોએ વચ્ચે પડીને બન્નેને પરાણે એક કયાર઼્ર્ અને તેમના ડિવૉર્સ અટકાવ્યા. થોડા સમય માટે જલ્પા અને નીલેશ અલગ થયાં, પણ પછી ફરીથી એ સંબંધો શરૂ થઈ ગયા. આ દરમ્યાન જલ્પાએ પ્રાંજલને જન્મ આપ્યો. પ્રાંજલના જન્મ પછી રજનીકાંતને જલ્પાના મોબાઇલ પર આવતા નીલેશના મેસેજની ખબર પડી એટલે ફરીથી તેમની વચ્ચે ઝઘડા શરૂ થયા, જેમાં એક વખત રજનીકાંતે જલ્પાને એવું સંભળાવ્યું હતું કે મને તો આ દીકરી પણ તારા પ્રેમીની લાગે છે.
પતિની આ વાત જલ્પાને હાડોહાડ લાગી ગઈ હતી.

પહેલાં હત્યા અને પછી વાર્તા

પતિના આ મહેણા પછી જલ્પાએ મનોમન નક્કી કરી લીધું કે તે પ્રાંજલને પોતાની સાથે નહીં રાખે. જલ્પાના આ નિર્ણયના બદલામાં નીલેશે તેને પ્રાંજલને કાયમ માટે હટાવી દેવા જાતજાતના રસ્તાઓ બતાવ્યા. એમાંથી પ્રાંજલને છોડી દેવાને બદલે તેને મારી નાખવાનો વિચાર જલ્પાએ અમલમાં મૂક્યો અને ધનતેરસના દિવસે તેણે પોતાના હાથે પ્રાંજલનું ગળું દબાવીને તેને મારી નાખી. તેને માર્યા પછી ઘરે ભિક્ષા માગવા બાવાઓ આવ્યા હતા એવી સ્ટોરી ઊભી કરીને ફરિયાદ લખાવી કે તે રોટલી લેવા કિચનમાં ગઈ ત્યારે બાવાઓ ઘોડિયામાં સૂતેલી પ્રાંજલને લઈને ભાગી ગયા. દિવાળી જેવા દિવસોમાં આ ઘટના બનતાં ગુજરાતભરમાં ચકચાર જાગી હતી. પોલીસે પણ એ જ દિશામાં તપાસ શરૂ કરી હતી, પણ ગયા વીકમાં ઇન્ફૉર્મર પાસેથી જલ્પા અને નીલેશના રિલેશન વિશે માહિતી મળતાં પોલીસે બન્નેના ફોનનો રેકૉર્ડ ચેક કર્યો અને એના આધારે આ આખી ઘટના સામે આવી. ગઈ કાલે પોલીસે જલ્પાની તેના ઘરેથી અરેસ્ટ કરી ત્યારે પતિ રજનીકાંત જલ્પા પર થૂંક્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK