જાણીતા લેખક ભૂપત વડોદરિયાનું અવસાન

Published: 5th October, 2011 19:32 IST

ગુજરાતી પત્રકારત્વમાં હંમેશાં દીવાદાંડી બની રહેલા અને સમભાવ મિડિયાના ધરોહર સમા ભૂપતભાઈ વડોદરિયાનો ગઈ કાલે રાત્રે ૯.૪૫ વાગ્યે ૮૨ વર્ષની વયે દેહાંત થયો હતો. આજે સવારે ૧૦ વાગ્યે અમદાવાદના થલતેજના મુક્તિધામમાં તેમની અંતિમક્રિયા કરવામાં આવશે.

 

આજે અમદાવાદમાં થલતેજ ખાતે મુક્તિધામમાં અંતિમવિધિ : સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે નાની વયે ઝળહળતી સફળતા હાંસલ કરી હતી

ગુજરાતી પત્રકારત્વમાં સૌથી નાની વયે ‘ફૂલછાબ’માં તંત્રી બનવાનું ગૌરવ હાંસલ કરનાર ભૂપતભાઈ પત્રકાર ઉપરાંત ઉચ્ચ કોટિના સાહિત્યકાર હતા. તેમની ‘પ્રેમ અને પૂજા’ નવલકથાને ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મYયું હતું. સંસ્કાર અવૉર્ડ સહિત અનેક પારિતોષિકોથી ભૂપતભાઈની સાહિત્યિક સેવાઓની કદર થતી રહી હતી. તેમણે ગુજરાત રાજ્ય માહિતી નિયામકપદે પણ યશસ્વી કામગીરી બજાવી હતી. ‘પ્રભાત’, ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર’માં પણ તેમણે પત્રકાર તરીકે કારકિર્દીનું ખેડાણ કર્યું હતું. સાહિત્યક્ષેત્રે તેમનાં ૫૦થી વધુ પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે.

તેઓ ‘સમભાવ-મેટ્રો’, ‘જનસત્તા’, ‘લોકસત્તા’ અને સાપ્તાહિક ‘અભિયાન’ના તંત્રી હતા.ભૂપતભાઈનાં ચાર સંતાનોમાં રાજેનભાઈ, શૈલેશભાઈ, મનોજભાઈ અને કિરણભાઈનો સમાવેશ થાય છે. સાહિત્ય અને પત્રકારત્વમાં તેમનું યોગદાન લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK