અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન કરનારાને આપ્યું 1 લિટર પેટ્રોલ મફત

Published: 14th November, 2014 07:11 IST

વધતા જતા ટ્રાફિકને નાથવા અને વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમોની સભાનતા કેળવાત તે હેતુસર અવારનવાર નવતર પ્રયોગો હાથ ધરવામાં આવે છે. મોટા ભાગે તો પોલીસ દ્વારા ભારે કડકાઈથી ટ્રાફિલ નિયમોનું પાલન કરાવવામાં આવતું હોય છે. પરંતુ અમદાવાદના રામોલ વિસ્તારમાં તો તદ્દન નવુ જ દ્રશ્ય જોવા મળ્યું હતું જેને લોકોમાં કુતૂહલ સર્જ્યું હતું.


gujarat police


અમદાવાદ : તા, 14 નવેમ્બર


લોકોના કુતૂહલ પાછળનું કારણ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને મફતમાં વહેંચવામાં આવતુ પેટ્રોલ હતું. ગઈ કાલે અમદાવાદના પૂર્વ વિસ્તાર રામોલમાં ટ્રાફિક પોલીસ વિભાગે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં ટ્રાફિનના નિયમોનું યોગ્ય રીતે પાલન કરનાર વાહન ચાલકને એક લિટર પેટ્રોલ મફતમાં આપી લોકજાગૃતિનો સંદેશ પાઠવવાનો પ્રયત્ન કરાયો હતો. પોલીસનો આ પ્રયોગ ઘણો પ્રસંશનીય રહ્યો હતો અને શહેરભરમાં ચર્ચાનું કારણ બન્યો હતો.

આ બાબતે પોલીસ નિરીક્ષક પી આઈ સોલંકીએ જણાવ્યું હતું કે શહેરના રામોલ વિસ્તારમાં 58 લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા મળી આવ્યા હતાં. જેમને પ્રોત્સાહન રૂપે પોલીસ તરફથી 1 લીટર પેટ્રોલ મફતમાં આપવામાં આવ્યું હતું.

અભિયાનમાં કયા કયા પાસાને ધ્યાનમાં લેવામાં આવ્યા હતાં તે બાબતેની જાણકારી આપતા સોલંકીએ જણાવ્યું હતું કે પોલીસે વાહનો અને વાહન ચાલકો સાથેના સંબંધીત દસ્તાવેજોની ચકાસણી કરી હતી. જેમાં ડ્રાઈવિંગ લાઈસેન્સ, વાહનની આરસી બૂક, હેલ્મેટ પહેરવું અને સીટ બેલ્ટ બાંધવા સહિતનો સમાવેશ થતો હતો. જે વાહન ચાલકોએ આ નિયમોનું પાલન કર્યું હતું તેમને પોલીસ તરફથી પેટ્રોલ મફતમાં અપાયું હતું.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK