આવતી કાલથી પેટ્રોલ-ડિઝલની કિંમતો 2.50 રૂપિયા ઘટશે

Published: 30th October, 2014 06:50 IST

આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં થયેલો ઘટાડો મોંઘવારીના માર વચ્ચે પીસાઈ રહેલા ભારતીય નાગરિકો અને તેનો સામનો કરી રહેલી નવનિયુક્ત સરકાર બંને માટે સારા સમાચાર લઈને આવ્યો છે. છેલ્લા 15 દિવસમાં ફરી વાર પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં લગભગ 2.50 રૂપિયાનો ઘટાડો થશે. જે આવતી કાલ શુક્રવાર મધરાતથી અમલી બનશે.
નવી દિલ્હી : તા. 30 ઓક્ટોબર

આ અગાઉ 18 ઓક્ટોબરે જ ડિઝલની કિંમતમાં 3.75 રૂપિયાનો સુખરૂપ ઘટાડો કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 1 રૂપિયા ઘટ્યા હતાં. આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા 25 ટકના ઘટાડા બાદ આ નિર્ણય લેવાયો હતો. નવેમ્બર-ડિસેમ્બરમાં ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી ચૂંટણી પહેલા જ લોકોને સરકારની આ ભેટ બની રહેશે. પેટ્રોલ અને ડિઝલની કિંમતો ડિરેગ્યુલેટ કરવામાં આવતા તે આંતરરાષ્ટ્રિય ભાવો પર નિર્ભર બની છે અને તેથી જ સરકારના નિર્ણય પર ચૂંટણીની આચાર સંહિતાની અસર નહીં થાય.

ઓગષ્ટ બાદ પેટ્રોલના ભાવ સતત છઠ્ઠી વખત ઘટવા પામ્યા છે. જ્યારે સબ્સિટીનો અંત આણ્યા બાદ ડીઝલની કિંમતો સૌપ્રથમવાર ઘટશે. કેબિનેટે 18 ઓક્ટોબરે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ડીઝલનો માર્કેટ રેટ વસુલવાની મંજૂરી આપી હતી. ડિઝલની સાથો સાથ તે દરમિયાન પેટ્રોલની કિંમતોમાં પણ લીટર દીઠ 3.37 રૂપિયા ઘટ્યા હતાં.

આંતરરાષ્ટ્રિય માર્કેટમાં ક્રૂડ ઓઈલ ઘણું જ સસ્તુ થયું છે. તેથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો શક્ય બન્યો હતો. બ્રાંડ ક્રૂડનો ભાવ બે અઠવાડિયા પહેલા 82.60 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચ્યો હતો જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો હતો. ચાલુ વર્ષે જુન મહિનામાં જ તેનો ભાવ 115 ડોલર પ્રતિ બેરલ હતો. ગઈ કાલે બુધવારે  87 ડોલર પ્રતિ બોરલ હતો.

સરકારી સૂત્રોનું કહેવું છે કે ડિઝલ અને પેટ્રોલની કિંમતમાં થવા જઈ રહેલા ઘટાડા પર ચૂંટણી આચારસંહિતાની અસર નહીં પડે, કારણ કે બંને જ ડીરેગ્યુલેટ થઈ ચુક્યા છે અને હવે તેની કિંમત આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રૂડના હિસાબે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ નક્કી કરે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓ યોગ્ય માર્જીન રાખી ડિઝલના ભાવમાં ઘટાડો કરવાનું કહેશે. જેથી પેટ્રોલ અને ડિઝલની કિંમત લીટર દીઠ 2.50 રૂપિયા ઘટશે. જેનો અમલ આવતી કાલે શુક્રવારે મધરાતથી અમલી બને તેવી શક્યતા પ્રબળ છે.

માનવામાં આવે છે કે કંપનીઓ પ્રતિ લીટર 1 રૂપિયાનું માર્જીન રાખી શકે છે. આનાથી સીધો લાભ એ થશે કે આંતરરાષ્ટ્રિય બજારમાં ઓઈલની કિંમત વધશે તો પણ ઈંધન તેલની કિંમત યોગ્ય રીતે મેન્ટેન કરી શકાય. તેવી જ રીતે નવેમ્બર-ડિસેમ્બર #30;મહિનામાં ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર એમ બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. માટે સરકાર પણ નહીં ઈચ્છે કે આગામી સમયમાં પેટ્રોલ-ડિઝલની કિંમતો વધે. 

અગાઉ જ્યારે સરકારે 18 ઓક્ટૉબરે ડીઝલના ભાવ ઘટાડ્યા હતાં ત્યારે પણ કંપનીઓને લીટર દીઠ 56 પૈસા માર્જીન આપવામાં આવતું હતું. સરકારે ડીઝલને ડિકંટ્રોલ કરવાનો નિર્ણય પણ તે સમયે લીધો હતો જ્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને લીટર દીઠ 3.56 રૂપિયાનો નફો થતો હતો. આ કારણોસર સરકાર હવે તેમાં 3 રૂપિયા સુધીનો ઘટાડો ઈચ્છે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK