પેન્સિલ્વેનિયા (Pennsylvania)ના રેસ્ટૉરેન્ટમાં એક ગ્રુપે 205 ડૉલર (15 હજાર રૂપિયા)ના બિલ પર ટિપ તરીકે 5000 ડૉલર (3.67 લાખ રૂપિયા) છોડીને (Customers At Restaurant Leave $5,000 Tip on $205 Bill)શનિવાર રાતે પોતાની વેઇટ્રેસને ચોંકાવી દીધી. સીબીએસ ફિલ્લી પ્રમાણે, ગ્રાહકોના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. તે રેસ્ટોરેન્ટના રેગ્યુલર કસ્ટમર છે. કન્ટ્રી ક્લબ રેસ્ટરોન્ટ નામ એન્થૉની પાક્સન હોલો છે. કોરોનાવાયરસ મહામારીના કારણે રાજ્ય સરકારે ઇન્ડોર ડાઇનિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધ મૂકાતાં પહેલા ગોલ્ફર્સનો ગ્રુપ આવ્યો અને વેઇટ્રેસ ગિયાના ડેંજેલો માટે ટિપ છોડીને ગયો.
ગ્રાહકોને ધન્યવાદ આફવા માટે રેસ્ટૉરેન્ટે ફેસબુક પર એક પોસ્ટ કરી. તેણે એક પોસ્ટમાં લખ્યું છે કે, "અમારી પાસે થેન્ક્યૂ કહેવા સિવાય અન્ય કોઇ શબ્દ નથી."આ પોસ્ટને સોશિયલ મીડિયા પર ખૂબ જ શૅર કરવામાં આવી રહી છે. તેણે લખ્યું, "અહીં અમારા કર્મચારીઓ માટે અવિશ્વસનીય સમર્થન!! અમારા કર્મચારીઓને રજાઓ ઉજવવામાં મદદ કરવા માટે આભાર."
એક ફેસબૂક યૂઝરે લખ્યું, "તમે ખૂબ જ સારું કામ કર્યું, તેની માટે આભાર. આ મુશ્કેલ સમયમાં, આ ઇન્ડસ્ટ્રીને ખૂબ નુકસાન થયું છે." ટિપને લઈને જિયાના ડિઆંજેલોનું કહેવું છે કે તે ચોંકેલા છે.
જિયાનાએ એક સમાચાર એજન્સીને જણાવ્યું કે, "હું દરેક વસ્તુથી ખુશ છું. જ્યારે મને 5 હજજાર ડૉલર ટિપ આપવામાં આવી, તો હું ચોંકી ગઈ. હું તે પૈસાને કૉલેજ માટે રાખી રહી છું અને અન્ય લોકોની મદદ માટે આનો ઉપયોગ કરીશ." ડેંજેલો નર્સ બનવા માટે સ્ટડી કરી રહી છે.
છોકરીએ છોકરાને કરી એવી Kiss, કે છોકરો હંમેશા માટે થઈ ગયો ગૂંગો, વાંચો
26th February, 2021 13:05 ISTભાગેડુ નીરવ મોદીની થશે ભારત વાપસી
26th February, 2021 11:01 ISTબ્રાઝિલમાં બે જોડિયા બહેનોએ એકસાથે કરાવી લિંગ-પરિવર્તનની સર્જરી
26th February, 2021 09:27 ISTપિન્ક કલર પ્રત્યે વળગણ ધરાવતી આ મહિલા રિયલ લાઇફમાં બાર્બી બની ગઈ
26th February, 2021 08:43 IST