Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાટીદાર કન્વીનર હાર્દિક પટેલના લગ્નની તારીખ જાહેર

પાટીદાર કન્વીનર હાર્દિક પટેલના લગ્નની તારીખ જાહેર

20 January, 2019 09:25 PM IST |

પાટીદાર કન્વીનર હાર્દિક પટેલના લગ્નની તારીખ જાહેર

હાર્દિક પટેલ કરશે લગ્ન

હાર્દિક પટેલ કરશે લગ્ન


પાસ કન્વીનર હાર્દિક પટેલ લગ્ન કરવા જઈ રહ્યાં છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ 27 જાન્યુઆરીએ લગ્નગ્રંથિમાં જોડાશે. હાર્દિક પટેલ કિંજલ નામની યુવતી સાથે લગ્ન કરશે. હાર્દિક સુરેન્દ્રનગરમાં આવેલા દિગસરના દાણાવાડા ગામે સાદગીપૂર્વક અને સમાજના રીતી રિવાજથી લગ્ન કરશે. આ લગ્નમાં નજીકના પરિવારજનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. લગ્ન અંગે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, મને પણ વોટસએપથી આવા અહેવાલની જાણ થઇ છે. જોકે, પરિવારે જે નક્કી કર્યું હશે તે સ્વીકારીશ.

અનામતની માંગ સાથે હાર્દિકે આંદોલનની ચળવળ ઉગ્ર બનાવી હતી. 25 ઓગસ્ટે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજેલી સભાએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું. આ સમગ્ર ઘટના બાદ હાર્દિક પટેલનું નામ ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું. જે બાદ હાર્દિક પટેલ અને તેના સાથીઓ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ થયો હતો અને તેને જેલ પણ જવું પડ્યું હતું. હાર્દિક પટેલના પિતા ભરત પટેલે જણાવ્યું કે, હાર્દિકના લગ્ન સમાજના રીતરીવાજ મુજબ સાદગીથી થશે. અમારા પક્ષે 50-60 લોકો અને સામે પક્ષે પણ આટલા જ લોકોની હાજરીમાં લગ્ન થશે.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2019 09:25 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK