Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચાલુ ફ્લાઇટે મહિલાના પૅન્ટમાં ઘૂસી ગયો વીંછી, ડંખ મારતાં ખબર પડી

ચાલુ ફ્લાઇટે મહિલાના પૅન્ટમાં ઘૂસી ગયો વીંછી, ડંખ મારતાં ખબર પડી

13 December, 2019 09:23 AM IST |

ચાલુ ફ્લાઇટે મહિલાના પૅન્ટમાં ઘૂસી ગયો વીંછી, ડંખ મારતાં ખબર પડી

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


ઍરક્રાફ્ટમાં ક્યારેક સાપ નીકળે છે તો કોઈ પાળતુ પ્રાણીઓ લઈને આવી જાય છે ત્યારે જબરી અફરાતફરી મચી જાય છે. જોકે ફ્લાઇટમાં વીંછી ઘૂસી જાય અને એ કોઈ પૅસેન્જરના પૅન્ટમાં ઘૂસી જાય ત્યાં સુધી કોઈનેય ખબર ન પડે એ જરા નવાઈ ભર્યું છે. સૅન ફ્રાન્સિસ્કોથી ઍટલાન્ટા જતી યુનાઇટેડ ઍરલાઇન્સની ફ્લાઇટમાં આવું જ થયું. એમાં એક મહિલા પૅસેન્જરના પૅન્ટમાં વીંછી ઘૂસી ગયો હતો. વીંછીએ બે-ત્રણ વાર ડંખ મારતાં તેને પગમાં પીડા થવા લાગી હતી. પગમાં કંઈક છે એવું લાગતાં તે રેસ્ટરૂમમાં ગઈ હતી અને જોયું તો પૅન્ટમાંથી વીંછી નીકળ્યો હતો.

આ પણ વાંચો : 198 કર્મચારીઓ વચ્ચે 70 કરોડ રૂપિયાનું બોનસ મળ્યું



વીંછીના ડંખને કારણે તેને આખા પગમાં ખૂબ પીડા અને બળતરા થઈ રહી હતી એટલે પ્લેન જેવું લૅન્ડ થયું કે તરત જ પૅરામેડિક્સ દ્વારા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી અને પછી હૉસ્પિટલ મોકલવામાં આવી હતી. ઍરલાઇન્સવાળાને હજી સમજાતું નથી કે પ્લેનમાં વીંછી કેવી રીતે ઘૂસ્યો હશે અને એ આ મહિલાના પૅન્ટમાં કઈ રીતે ઘૂસ્યો હશે.


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2019 09:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK