Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગરોળીએ બીજી ગરોળીને કહ્યું, તને પડવા નહીં દઉં, મૈં હૂં ના!

ગરોળીએ બીજી ગરોળીને કહ્યું, તને પડવા નહીં દઉં, મૈં હૂં ના!

06 September, 2019 09:04 AM IST | વિયેટનામ

ગરોળીએ બીજી ગરોળીને કહ્યું, તને પડવા નહીં દઉં, મૈં હૂં ના!

ગરોળી

ગરોળી


ગામમાં રહેતા હો તો ગમે ત્યાં બે પ્રાણીઓને લડતાં અને એકબીજા માટે મરી ફીટતા જોવાનો લહાવો મળી જાય. વિયેટનામના ટાય ગામમાં પણ આવું જ દૃશ્ય સર્જાયેલું જે એક ભાઈએ કૅમેરામાં કેદ કરી લીધું હતું. ‘મૈં હૂં ના’ ફિલ્મમાં જેમ શાહરુખ ખાન તેના નાના ભાઈને છત પરથી પડતો બચાવવા માટે કૂદી પડે છે અને એક હાથે પકડી રાખે છે એવું વિયેટનામમાં બે ગરોળીઓ વચ્ચે જોવા મળ્યું. ઘરની છત પર નળિયાઓ વચ્ચે એક ગરોળી છે જેણે બીજી લટકી રહેલી ગરોળીને મોંએથી પકડી રાખી છે. લટકેલી ગરોળી છટપટી રહી છે જેથી એ કૂદકો મારીને પાછી છત પર આવી શકે, પણ નળિયા પર રહેલી ગરોળીનું જોર થોડુંક ઓછું પડે છે.

આ પણ વાંચો : સેવ જેવું દેખાતું આ છે કોઈ સમુદ્રી જીવ, વીડિયો થયો છે વાઈરલ



ખાસ્સી ઊંચાઈ હોવાથી ગરોળીને નીચે પડતી અટકાવવા માટે છત પરની ગરોળી ઘણો પ્રયત્ન કરે છે, પણ કામિયાબ નથી નીવડતી. જોકે ફોટોગ્રાફરે આ તસવીર શૅઅર કરવાની સાથે લખ્યું છે કે છેલ્લે તેણે પોતે જ લટકતી ગરોળીને ટેકો આપીને છત પર ચડાવી દેવાનું પુણ્યકાર્ય કરી લીધું છે. 


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2019 09:04 AM IST | વિયેટનામ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK