Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સાથે ઓળખપત્ર રાખવાનું ભૂલી જતા યુવકે હાથ પર આઇ-કાર્ડ છૂંદાવી દીધું

સાથે ઓળખપત્ર રાખવાનું ભૂલી જતા યુવકે હાથ પર આઇ-કાર્ડ છૂંદાવી દીધું

24 February, 2019 09:12 AM IST | વિયેટનામ

સાથે ઓળખપત્ર રાખવાનું ભૂલી જતા યુવકે હાથ પર આઇ-કાર્ડ છૂંદાવી દીધું

હાથ પર આઇ-કાર્ડ છૂંદાવ્યું

હાથ પર આઇ-કાર્ડ છૂંદાવ્યું


વિયેટનામીઝ સોશ્યલ મીડિયામાં એક ફોટો વાઇરલ થયો છે જેમાં કોઈના હાથ પર આઇ-કાર્ડ જેવું બૉક્સ ટૅટૂ તરીકે છૂંદેલું છે. જે વ્યક્તિએ આ તસવીર પોસ્ટ કરી છે તેના કહેવા મુજબ આવું કારનામું તેના દોસ્તે કર્યું છે. આવું કરવાનું કારણ અજીબ છે. તેનો દોસ્ત નાઇટક્લબ્સમાં જતી વખતે અવારનવાર આઇ-ડી કાર્ડ ભૂલી જતો હતો. વિયેટનામ સહિત ઘણા દેશોમાં દારૂ ખરીદવો હોય અથવા તો બાર કે પબમાં એન્ટ્રી મેળવવી હોય તો તમે પુખ્ત છો એનું ઓળખપત્ર સાથે રાખવું જરૂરી છે. આવા નિયમને કારણે ઘણી વાર તે નાઇટક્લબમાં મજા કરી રહ્યો હોય અને અચાનક સિક્યૉરિટી તેનું આઇ-કાર્ડ માગે તો તે મુસીબતમાં મુકાઈ જતો હતો. અનેક વાર તેને પોતે દારૂ પીવા જેટલો પુખ્ત થઈ ગયો છે એવું સાબિત કરવાનું પ્રમાણપત્ર ન હોવાને કારણે કાં તો એન્ટ્રી નહોતી મળી કાં તેને અધવચ્ચેથી કાઢી મૂકવામાં આવતો. હો ચી મિન શહેરમાં રહેતા આ યુવકે આખરે દોસ્તો સાથે દારૂ પીવા જવામાં કોઈ જ અડચણો ન આવે એ માટે તેણે નૅશનલ ઓળખપત્ર પોતાના હાથ પર એ જ સાઇઝ અને એ જ સ્ટાઇલમાં ટૅટૂની જેમ છૂંદાવી દીધું. જે દિવસે તે ટૅટૂ-પાર્લરમાં જઈને આ કામ કરી આવ્યો એ જ દિવસે તેના દોસ્તોએ આઇ-કાર્ડના ટૅટૂવાળી તસવીર સોશ્યલ મીડિયા પર મૂકી દીધી. સોશ્યલ મીડિયા યુઝર્સને પહેલી નજરે તો આ વાત વિચિત્ર જ નહીં, અશક્ય લાગતી હતી; પરંતુ જ્યારે ગુયેન વાન થિએન નામના જે ટૅટૂ-આર્ટિસ્ટે આ કામ કરી આપ્યું હતું તેણે પણ આ વાત કન્ફર્મ કરતાં લખ્યું હતું કે મને પણ જ્યારે ઓળખપત્રનું ટૅટૂ બનાવવાની રિક્વેસ્ટ મળેલી ત્યારે હું પણ અચંબિત હતો, પણ કસ્ટમરને એ બનાવવું જ હતું. આ ટૅટૂ બનાવતાં લગભગ દોઢ કલાક લાગ્યો હતો.’

આ પણ વાંચો : સાઉથ કોરિયામાં બાળકો માટે કિડ્સ બ્યુટીપાર્લર અને સ્પા



સવાલ એ છે કે જે હેતુથી આ ભાઈએ હાથ પર ઓળખપત્રનું ટૅટૂ છૂંદાવ્યું છે એને નાઇટક્લબમાં ખરેખર વૅલિડ માનવામાં આવશે કે નહીં.


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2019 09:12 AM IST | વિયેટનામ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK