બ્રિટનમાં રહેતા એક પરિવારના ઘરના બાથરૂમમાં વીસ ઇંચ બાય ૧૬ ઇંચનો એક અરીસો મૂકેલો હતો. છેલ્લાં ચાળીસ વર્ષથી આ ઘરના માલિકે આ અરીસો એમ જ બાથરૂમમાં ટીંગાયેલો રાખ્યો હતો. એ વખતે તેને ખબર પણ નહોતી કે તે જે અરીસામાં રોજ પોતાનું મોં જુએ છે એ કોઈ ખાસ છે અને એની કિંમત ક્યારેક લાખોમાં થશે. એ તો જ્યારે એને વેચવા કાઢ્યો ત્યારે તેની ખરી કિંમત થઈ.
આ કોઈ રૉયલ ખાનદાનનો પીસ હોવાનું અનુમાન લાગતાં આ મિરરને ઇસ્ટ બ્રિસ્ટોલ ઑક્શન હાઉસે વધુ તપાસ માટે મોકલ્યો હતો. એની કિનારી પર લાગેલા ખાસ પાંદડા અને ડેકોરેશન પરથી ખબર પડી હતી કે એ ફ્રાન્સની છેલ્લી રાણી મારી ઍન્ટોઇનેટનો હતો. નિષ્ણાતોના અંદાજ મુજબ આ મિરર ઑક્શનમાં ૧૩ હજાર અમેરિકન ડૉલર એટલે કે લગભગ ૯૭ લાખ રૂપિયા રળી લાવી શકે એમ છે.
ઇંગ્લૅન્ડથી હવામાં ઊડેલા સમોસા છેક ફ્રાન્સમાં જઈ પડ્યા
13th January, 2021 05:31 ISTયુકે બાદ ફ્રાન્સમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન મળી આવતાં ખળભળાટ
27th December, 2020 13:17 ISTફ્રાન્સના રાષ્ટ્રપતિ કોરોના-પૉઝિટિવ
18th December, 2020 10:00 ISTફ્રાન્સનો આ કલાકાર ૨૦ દિવસ માટે એક ગ્લાસના ક્યુબમાં રહેશે
18th December, 2020 07:01 IST