Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દિલ્હીની રેસ્ટોરાંમાં પિરસાય છે આર્ટિકલ 370 થાળી, જાણો શું છે ખાસ

દિલ્હીની રેસ્ટોરાંમાં પિરસાય છે આર્ટિકલ 370 થાળી, જાણો શું છે ખાસ

Published : 07 September, 2019 10:09 AM | Modified : 07 September, 2019 10:15 AM | IST | દિલ્હી

દિલ્હીની રેસ્ટોરાંમાં પિરસાય છે આર્ટિકલ 370 થાળી, જાણો શું છે ખાસ

આર્ટિકલ 370 થાળી

આર્ટિકલ 370 થાળી


જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવી દેવામાં આવી છે ત્યારથી આ ૩૭૦ના આંકડા સાથે ઘણાં ગિમિક્સ થઈ રહ્યાં છે. દિલ્હીના કનોટ પ્લેસમાં પણ આર્ટિકલ ૩૭૦ નામની થાળી શરૂ થઈ છે. આ સુપરસાઇઝ થાળીમાં ભારતના વિવિધ રાજ્યોની ફ્લેવર્સ માણવા મળે છે, પરંતુ કાશ્મીરી ખાસિયતો એમાં વિશેષ છે. શાકાહારી અને માંસાહારી એમ બન્ને સ્વરૂપે એ થાળે મળે છે. વેજિટેરિન થાળીમાં કાશ્મીરી પુલાવ, ખમીર કી રોટી, નદરુકી શામી, દમ આલુ અને કાવા જેવી  કાશ્મીરી ચીજો ઉપરાંત બીજી અનેક વરાયટીઝ મળે છે. આ થાળીની ‌કિંમત છે ૨,૩૭૦ રૂપિયા. જોકે તમે જમ્મુ-કાશ્મીરના રહેવાસી હો તો આ રેસ્ટોરાં થાળી પર તમને ૩૭૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

આ પણ વાંચો : તોફાનથી બચાવવા માટે પ્રાણીપ્રેમીએ 97 ડૉગીઓને પોતાના ઘરમાં આશરો આપ્યો



અલબત્ત, તમે માત્ર જમ્મુ-કાશ્મીરના રહેવાસી છો એવું કહેવાથી નહીં ચાલે, એનું સરકારી ઓળખપત્ર બતાવવું જરૂરી છે. આર્ડર ૨.૧ નામની આ રેસ્ટોરાંમાં આએદિન આવાં માર્કેટિંગ ગિમિક થતાં રહે છે. આ પહેલાં મોદીજી ૫૬ ઇંચ થાળી અને બાહુબલિ થાળી પણ લોકપ્રિય થઈ ચૂકી છે. લોકસભાની ચૂંટણી દરમ્યાન અહીં યુનાઇટેડ ઇન્ડિયા થાળી પણ રજૂ કરવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2019 10:15 AM IST | દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK