કોરોના વાઇરસ માનવરૂપે પ્રગટે અને કોઈ તેના પ્રેમમાં પડે તો...

Published: 9th October, 2020 07:31 IST | Gujarati Mid-day Correspondent | America

ઍમેઝૉન પર વેચવા નીકળી છે આવા વિષયવાળી નવલકથા, જે ખૂબ ટૂંક સમયમાં જબરદસ્ત વાઇરલ થઈ છે

‘કિસિંગ ધ કોરોના વાઇરસ’ નૉવેલ
‘કિસિંગ ધ કોરોના વાઇરસ’ નૉવેલ

બાવીસમી એપ્રિલે ઍમેઝૉન કંપનીએ ૧૬ પાનાંની ઈ-બુક ‘કિસિંગ કોરોના વાઇરસ’ લૉન્ચ કરી હતી. એમાં કોરોના વાઇરસના ઇન્ફેક્શનનો ઉપચાર શોધવાની જવાબદારી સોંપાઈ હતી એવી વિજ્ઞાની ડૉ. ઍલેક્સા એશિંગ્ટનફર્ડની કથા છે, પરંતુ ઍલેક્સા દુશ્મન કોરોના વાઇરસના પ્રેમમાં પડે છે. એ વાર્તામાં કોરોના-ઇન્ફેક્શનની ટ્રાયલ વૅક્સિન અન્ય વિજ્ઞાનીના શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે ત્યારે એ વિજ્ઞાની મૃત્યુ પામે છે અને કોરોના વાઇરસ માનવરૂપે પ્રગટે છે. સંશોધન કરતી ડૉક્ટર એ નવા પ્રગટેલા વ્યક્તિત્વથી મોહિત થઈ જાય છે અને તએને પામવા તત્પર બને છે. ઈ-બુકના કવરપેજ પર લીલા રંગના માણસને એક સ્ત્રી ચુંબન કરતી હોય એવું દૃશ્ય છે. વાંચનારાઓ કહે છે કે દુશ્મનના પ્રેમમાં પડવાના કન્સેપ્ટ પર લખાયેલી કથાઓમાં આ કથા ઑફબીટ છે.

‘કિસિંગ ધ કોરોના વાઇરસ’ નામની આ નૉવેલ આમ તો એપ્રિલ મહિનામાં જ બહાર પડી ગઈ હતી, પરંતુ એ સોશ્યલ મીડિયામાં વાઇરલ હમણાં થઈ છે. ઍમેઝૉન પર આ બુકને ૪થી પાંચ સ્ટાર રેટિંગ મળ્યું છે. અલબત્ત, બુકને મિશ્ર પ્રતિસાદવાળા રિવ્યુ મળ્યા છે. કોઈકને એ હિલેરિયસ લાગી છે તો કોઈકને વેસ્ટ ઑફ ટાઇમ, કોઈકને એ થ્રિલર લાગી છે તો કોઈકને અત્યંત ભદ્દી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK