Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બોલો, પેરન્ટ્સે દીકરાનું નામ પાડ્યું ગૂગલ

બોલો, પેરન્ટ્સે દીકરાનું નામ પાડ્યું ગૂગલ

28 June, 2019 10:45 AM IST | ઇન્ડોનેશિયા

બોલો, પેરન્ટ્સે દીકરાનું નામ પાડ્યું ગૂગલ

પેરન્ટ્સે દીકરાનું નામ પાડ્યું ગૂગલ

પેરન્ટ્સે દીકરાનું નામ પાડ્યું ગૂગલ


ઇન્ડોનેશિયામાં જન્મેલા આઠ મહિનાના એક છોકરાનું નામ વિશ્વનું સૌથી વિચિત્ર નામ કહેવાય છે. ૩૧ વર્ષના ઍન્ડી કાહ્યા સાપુત્રા નામના ભાઈએ સ્થાનિક ‌મીડિયાને કહ્યું હતું કે તેણે બહુ વિચારીને પોતાના આઠ મહિનાના દીકરાનું નામ ‘ગૂગલ’ પાડ્યું છે. આ નામ પાડવાનું તેમણે વાઇફને પ્રેગ્નન્સીનો સાતમો મહિનો જતો હતો ત્યારે વિચાર્યું હતું. એ પહેલાં તેમણે કુરાનમાં જોવા મળે છે એવાં કેટલાંક નામ વિચારેલાં, પણ પછીથી તેમને લાગ્યું કે આજના ટેક્નૉલૉજીના જમાનામાં જે સૌથી ફેમસ અને હિટ હોય એવું કંઈક નામ પાડીએ.

વિન્ડોઝ, આઇફોન, માઇક્રોસૉફ્ટ અને આઇઓએસ જેવાં અનેક નામ પછી તેમણે ગૂગલ નામ પર પસંદગી ઉતારી હતી. આ નામ તેની ૨૭ વર્ષની પત્ની એલા કારિનને જરાય પસંદ નહોતું. પશ્ચિમ જાવા પ્રાંતમાં રહેતા આ યુગલે શરૂઆતમાં ત્રણેક મહિના સુધી એટલે જ ઑફિશ્યલ નામ પાડવાનું ટાળ્યું. પિતા તેને ગૂગલ કહેતા, પણ મમ્મી તેને બીજા હુલામણા નામે બોલાવતી અને કોઈ પૂછતું કે નામ શું છે ત્યારે કહેતી કે હજી નામ નથી પાડ્યું.



આ પણ વાંચો : વિશ્વની સૌથી લાંબી વૉટર રાઇડ ખૂલવા જઈ રહી છે મલેશિયામાં


જ્યારે પત્ની માની ત્યારે પિતાએ દીકરાનું નામ ગૂગલ પાડ્યું અને જન્મના દાખલામાં પણ એની નોંધણી કરાવી. ઍન્ડીભાઈએ ગૂગલની પાછળ અટક પણ નથી લગાવી. તેનું કહેવું છે કે એમ કરવાથી નામની અસરકારકતા ઘટી જશે.


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2019 10:45 AM IST | ઇન્ડોનેશિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK