Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પતિ-પત્નીએ કર્યો જબરદસ્ત ડાન્સ, સોશિયલ મીડિયા પર લગાવી આગ, જુઓ વીડિયો

પતિ-પત્નીએ કર્યો જબરદસ્ત ડાન્સ, સોશિયલ મીડિયા પર લગાવી આગ, જુઓ વીડિયો

31 May, 2020 06:31 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પતિ-પત્નીએ કર્યો જબરદસ્ત ડાન્સ, સોશિયલ મીડિયા પર લગાવી આગ, જુઓ વીડિયો

પતિ-પત્નીનો ડાન્સ - વીડિયો ગ્રેબ

પતિ-પત્નીનો ડાન્સ - વીડિયો ગ્રેબ


આખા દેશમાં કોરોના વાઈરસે આતંક ફેલાવી દીધો છે. ત્યારે આ ઝેરી વાઈરસથી બચવા માટે સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે અને લોકો પોતાના ઘરમા કેદ છે. લોકો પોતાનું મનોરંજન કરવા માટે જાત-જાતની એક્ટિવિટી કરતા હોય છે. કૂકિંગથી લઈને યોગા, કસરત કરીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. ત્યારે જ લૉકડાઉનમાં ટિક-ટૉક એપ્પ પર ફની વીડિયો બનાવીને લોકોનો ટેલેન્ટ બહાર આવી રહ્યો છે.




સાથે જ સોશિયલ મીડિયા પર એક પતિ-પત્નીના ડાન્સનો વીડિયો જબરદસ્ત વાઈરલ થઈ રહ્યો છે. પતિ-પતિનીનો આ વીડિયો ઈન્ડિયન ફૉરેસ્ટના ઑફિસર સુશાંતા નંદાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શૅર કર્યો છે. આ વીડિયોમાં આ કપલ ફિલ્મ મુદ્દતનું ફૅમસ ગીત 'પ્યાર હમારા અમર રહેગા, યાદ કરેગા જહાં' પર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. ડાન્સ વીડિયોમાં આ સુંદર કપલની સ્માઈસ જોવાલાયક છે. સાથે જ સુશાંતાએ વીડિયો સાથે સુંદર કેપ્શન પણ લખ્યું છે, 'કિસી બડી ખુશી કે ઈન્તઝાર મેં હમ યહ અનમોલ ખુશી કે મૌકે ખો દેતે હૈ'...

લોકો પતિ-પત્નીના ડાન્સની રીતને ખૂબ પસંદ કરી રહ્યા છે. એનો અંદાજ તમે એનાથી લગાવી શકો છો કે આ વીડિયોના શૅર થયાના થોડા સમયની અંદર જ 6 હજારથી વધારે લોકોએ જોયો છે. ફક્ત એટલું જ નહીં 900થી વધારે લાઈક્સ 150થી વધારે રિ-ટ્વિટ મળી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ઘણો પ્રેમ મળી રહ્યો છે અને લોકો આ વીડિયો પર કમેન્ટ્સનો વરસાદ વરસાવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું સુંદર વીડિયો છે


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2020 06:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK