Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 1000 ફુટ ઊંચે યોગાસન કર્યા આ જર્મન જાંબાઝે

1000 ફુટ ઊંચે યોગાસન કર્યા આ જર્મન જાંબાઝે

11 October, 2019 10:28 AM IST | યુરોપ

1000 ફુટ ઊંચે યોગાસન કર્યા આ જર્મન જાંબાઝે

1000 ફુટ ઊંચે યોગાસન

1000 ફુટ ઊંચે યોગાસન


ગયા મહિને રશિયાના મૉસ્કો શહેરમાં યુરોપના સેકન્ડ હાઇએસ્ટ ઊંચાઈ ધરાવતા ઓકો ટાવર અને નેવા ટાવરની વચ્ચે બાંધેલા દોરડા પર સાત જાંબાઝોએ સૌથી ઊંચી અર્બન હાઇલાઇન પાર કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. આ સાત લોકોમાં હવામાં તંગ દોરડા પર ચાલવામાં નિપુણ એવા જર્મનીના ફ્રેડરિક કુન્હે પણ હતો.

yogasana



આ રેકૉર્ડ બનાવ્યાના બીજા દિવસે ફ્રેડરિકને હજી વધુ કંઈક થ્રિલિંગ અને સાહસિક કામ કરવું હતું. આ ભાઈસાહેબે સવારે ઊઠીને ૧૧૪૮ ફુટ ઊંચે બાંધેલા દોરડા પર ચાલીને અધવચ્ચે પહોંચીને યોગાસન કરવાનું શરૂ કરી દીધું હતું. આસન પણ ફ્લૅક્સિબિલિટી અને બૅલૅન્સની ક્ષમતા માગી લે એવા હતા. એક પગે બૅલૅન્સ કરીને ભાઈસાહેબે એક હજાર ફુટથીયે ઊંચે દોરડા પર પોઝ આપ્યા હતા.


આ પણ વાંચો : ટૅટૂ ન ગમતાં ભાઈએ ચીઝની ખમણીથી આખી ચામડી જ ખોતરી નાખી

અલબત્ત, આ દરમ્યાન તેણે સેફ્ટી ગિયર્સ પહેરેલા હતા. એમ છતાં જ્યારે તે બે હાથ પર સંતુલન જાળવીને ઊંધા માથે ઊભો રહે છે એ ક્ષણ રુંવાડાં ખડાં કરી દેનારી છે. આ સાહસનો એડિટેડ વિડિયો તાજેતરમાં સોશ્યલ મીડિયામાં તરતો થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2019 10:28 AM IST | યુરોપ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK