Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બિલાડીને બચાવવા દાદીએ પૌત્રને દોરડાથી બાંધીને બાલ્કનીમાં ઉતાર્યો

બિલાડીને બચાવવા દાદીએ પૌત્રને દોરડાથી બાંધીને બાલ્કનીમાં ઉતાર્યો

09 January, 2020 09:43 AM IST | China

બિલાડીને બચાવવા દાદીએ પૌત્રને દોરડાથી બાંધીને બાલ્કનીમાં ઉતાર્યો

બિલાડીને બચાવવા દાદીએ પૌત્રને દોરડાથી બાંધીને બાલ્કનીમાં ઉતાર્યો

બિલાડીને બચાવવા દાદીએ પૌત્રને દોરડાથી બાંધીને બાલ્કનીમાં ઉતાર્યો


પાળેલી બિલાડીને બચાવવા ચીનમાં એક દાદીએ પહેલા ધોરણમાં ભણતા સાત વર્ષના પૌત્રને દોરડાથી બાંધીને નીચેના માળની બાલ્કની સુધી લટકાવી બિલાડીને સુરક્ષિત રીતે ઉપર લીધી હતી. 

ઘટના ચીનના સીચુઆન પ્રાંતના પેન્ગન શહેરની છે. દાદીએ જ્યારે ઘરના જ દોરડાથી બાંધીને પૌત્ર હાઓ હાઓને બાલ્કનીમાંથી નીચેના માળ સુધી ઉતાર્યો ત્યારે નીચેથી આ દૃશ્ય જોઈ રહેલાઓએ બાળકની સુરક્ષા માટે ચિંતિત થઈ દાદીને આવો જોખમી અખતરો કરતા અટકાવવા વિનંતી કરી હતી. જોકે દાદીએ તેમની વિનંતી કાને ધરી નહોતી.



બાળકે બિલાડીને બૅગમાં મૂકતાં જ દાદીએ બન્નેને ઉપર ખેંચી લીધાં હતાં. બાળકના અંકલ પણ દાદીને તેના આ જોખમી સ્ટન્ટમાં સાથ આપી રહ્યા હતા. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ વિડિયો બાદ દાદીની ટીકા કરવામાં આવી રહી હતી, પરંતુ દાદીએ આ કૃત્ય જોખમી હોવાનો સ્વીકાર કર્યો નહોતો. જોકે તેમણે કરેલા સ્ટન્ટનો વિડિયો જોયા બાદ તે ભય પામ્યાં હતાં અને આ કાર્ય જોખમી હોવાનો સ્વીકાર કરી ફરી આમ ન કરવાની ખાતરી પણ આપી હતી. જોકે આ આખા સ્ટન્ટના હિરોએ તેને સહેજ પણ ડર ન લાગ્યો હોવાનું જણાવ્યું હતું.


બાળકને તેનાં દાદા-દાદી પાસે મૂકીને તેનાં મમ્મી-પપ્પા બન્ને અન્ય શહેરમાં નોકરી કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2020 09:43 AM IST | China

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK