Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સાડી પહેરીને વેઇટ-લિફ્ટિંગ કરતાં 82 વર્ષનાં આ દાદીને જોયાં કે નહીં?

સાડી પહેરીને વેઇટ-લિફ્ટિંગ કરતાં 82 વર્ષનાં આ દાદીને જોયાં કે નહીં?

26 November, 2020 07:28 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાડી પહેરીને વેઇટ-લિફ્ટિંગ કરતાં 82 વર્ષનાં આ દાદીને જોયાં કે નહીં?

સાડી પહેરીને વેઇટ-લિફ્ટિંગ અને સ્ક્વૉટ્સ કરતાં 82 વર્ષનાં દાદી

સાડી પહેરીને વેઇટ-લિફ્ટિંગ અને સ્ક્વૉટ્સ કરતાં 82 વર્ષનાં દાદી


સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં ૮૨ વર્ષનાં સાડી પહેરેલાં દાદી વેઇટ-લિફ્ટિંગ કરે છે તેમ જ સ્ક્વૉટ્સ પણ કરે છે. ચેન્નઈના જિમ ટ્રેઇનર ચિરાગ ચોરડિયાએ પોતાનાં દાદીનો વિડિયો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. ચિરાગનું કહેવું છે કે તેનાં દાદી નાની વયથી જ ખૂબ ઍક્ટિવ અને એનર્જેટિક હતાં. લગ્ન પછી પણ તે પોતાને ફિઝિકલ ઍક્ટિવિટીમાં વ્યસ્ત રાખતાં હતાં. જોકે થોડા સમય પહેલાં તેમને ઘૂંટીમાં ઈજા થયા બાદ ત્રણ મહિના સુધી ચાલી ન શકવાથી તેમની પ્રવૃત્તિઓ લગભગ બંધ થઈ ગઈ હતી. ત્યાર બાદ સાત મહિના પહેલાં તેઓ પલંગ પરથી પડી જતાં તેમની સ્થિતિ વધુ કફોડી થઈ હતી. વાંકા વળીને જમીન પરથી ચીજો ઉઠાવવામાં પણ તેમને તકલીફ પડવા માંડી.

જોકે તેમના જિમ-ટ્રેઇનર પૌત્ર ચિરાગે તેમને સ્ટ્રેચિંગ અને વેઇટ-ટ્રેઇનિંગની તાલીમ આપવાનું શરૂ કર્યું. મહિનાઓની ટ્રેઇનિંગ પછી હવે આ દાદી જે મસ્ત વેઇટ-ટ્રેઇનિંગ કરે છે એ જોઈને દંગ રહી જવાય એવું છે.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2020 07:28 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK