ગયા મહિનાની શરૂઆતમાં લગ્ન કરનાર ૭૮ વર્ષના અબાહ સર્ના અને તેમની ૧૭ વર્ષની પત્ની નોની નાવિતાએ ગયા અઠવાડિયે છૂટાછેડા માટેની અરજી દાખલ કરી છે.
વયમાં આટલો બધો તફાવત હોવાથી આ લગ્ન આમ પણ સોશ્યલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. નવાઈની વાત એ છે કે નોનીના પરિવારજનોને બન્ને વચ્ચેના વયભેદનો વાંધો ન હોવાથી છૂટાછેડાની અરજીથી આંચકો લાગ્યો છે. પરિણામની તપાસ કરતાં જણાયું હતું કે વિરોધનો વંટોળ અબાહના પરિવારમાંથી ઊઠ્યો હતો.
અબાહના પરિવારે દાવો કર્યો હતો કે લગ્ન પહેલાં નોની સગર્ભા હતી, પણ નોનીના પરિવારે આ દાવાને નકારી કાઢ્યો હતો.
અબાહે નોનીને દહેજમાં એક મોટરસાઇકલ, ગાદલું અને કબાટ સાથે લગભગ ૫૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા, જે ટ્રક દ્વારા ટ્રાન્સપોર્ટ થતાં સોશ્યલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું હતું.
શ્વાનને દુલ્હન બનાવીને બે બાળકો સાથે ધામધૂમથી કરાવ્યા લગ્ન, જાણો કારણ
27th January, 2021 11:09 ISTહોટેલમાં માણો ઇગ્લુનો આનંદ
26th January, 2021 09:07 ISTહવે મહામારીમાં મદદ માટે હ્યુમનૉઇડ રોબો સોફિયાનું વ્યાપક ઉત્પાદન થશે
26th January, 2021 09:04 ISTકૅન્સર માટે નાણાં ભેગાં કરવા પેટ પર ચીતરાવ્યું બૉરિસ જૉનસનનું ટૅટૂ
26th January, 2021 08:59 IST