કોરોનાનો ભોગ બનેલા લોકો માટે યોજાઈ 20,000 ખાલી ખુરસીઓની પ્રાર્થના સભા
ખાલી ખુરસીઓની પ્રાર્થના સભા
અમેરિકામાં ગયા રવિવારે વાઇટ હાઉસની બહારની તરફ એક અનોખી પ્રાર્થનાસભા યોજાઈ હતી. એ માટે ગ્રાઉન્ડમાં એક સાથે સળંગ ૨૦,૦૦૦૦ ખુરસીઓ ગોઠવવામાં આવી હતી. કોરોનાએ અત્યાર સુધીમાં અમેરિકામાં લગભગ બે લાખથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આટલી મોટી સંખ્યામાં ખુરસીઓ ગોઠવવાનું પ્રૅક્ટિકલ ન હોવાથી ડેથ-ટોલના લગભગ દસમા ભાગની સંખ્યાની ખાલી ચૅર્સ ગોઠવવામાં આવી હતી. કોવિડને કારણે સ્વજનોને ગુમાવી ચૂકેલા લોકોએ બનાવેલા કોરોના સર્વાઇવર્સ ફૉર ચેન્જ નામના ગ્રુપે કોરોનાનો કોળિયો બની ગયેલા લોકોને અનોખી શ્રદ્ધાંજલિ આપવા માટે આ પ્રયોગ કર્યો હતો.