Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જાડીપાડી બિલાડીને કસરત કરવા ટ્રેડમિલ પર મૂકો તો સૂઈ જાય છે

જાડીપાડી બિલાડીને કસરત કરવા ટ્રેડમિલ પર મૂકો તો સૂઈ જાય છે

23 June, 2019 09:51 AM IST |

જાડીપાડી બિલાડીને કસરત કરવા ટ્રેડમિલ પર મૂકો તો સૂઈ જાય છે

બિલાડીને કસરત કરવા ટ્રેડમિલ પર મૂકો તો સૂઈ જાય

બિલાડીને કસરત કરવા ટ્રેડમિલ પર મૂકો તો સૂઈ જાય


પાળેલાં પ્રાણીઓને તમે જેટલાં વધુ લાડ લડાવો એટલું તેના શરીર પર ચરબીનું લેયર દેખાવા લાગે છે. શરીરને જરાય કષ્ટ ન પડે એવી આળપંપાળ માત્ર માણસોને જ નહીં, પ્રાણીઓને પણ અદોદળાં કરી નાખે છે. ફ્લૉરિડાના ગેઇન્સવિલ ટાઉનમાં રહેતી લી નામની મહિલાએ પાળેલી લાર્ડી લૈલા નામની બિલાડી ખરેખર લાટસાહેબ જેવા ઠાઠથી રહી છે અને એને કારણે એનું વજન કૂદકે ને ભૂસકે વધી ગયું. જાડીપાડી બિલાડીની તબિયત કથળશે એ વિચારે લીબહેને એની મેડિકલ તપાસ માટે પણ પાછું વળીને નથી જોયું.

આ પણ વાંચો: નીતા અંબાણીનું આ હેન્ડબેગ છે દુનિયાનું સૌથી મોંઘુ, કિંમત જાણીને ચોંકી જશો



ફ્લૉરિડાની યુનિવર્સિટીના નિષ્ણાતોએ લાર્ડી લૈલાને કસરત કરાવવાની જરૂર છે એવું કહ્યું છે, પણ હવે એશોઆરામની શોખીન લૈલાને ચાલવા જવું જરાય ગમતું જ નથી. તેની માલિકણ તેને પરાણે ટ્રેડમિલ પર મૂકી દે તો બહેનબા જાણે બેભાન થઈ ગયાં હોય એવો ડોળ કરીને ટ્રેડમિલના પટ્ટા પર જ સૂઈ જાય છે. ચાલવા જવાનું તો તેને દિઠ્ઠુંય ગમતું નથી. ટ્રેડમિલ પર પોઢી જતી આ બિલાડીનો વિડિયો સોશ્યલ મીડિયામાં જબરો વાઇરલ થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2019 09:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK