રિક્ષાચાલકો માટે પણ SMS સુવિધા

Published: 24th November, 2011 10:18 IST

રિક્ષાચાલકો સામે SMS અભિયાન ચલાવનાર આઇએસી (ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન) ગ્રુપ હવે આવી જ SMS સર્વિસ રિક્ષાચાલકો માટે પણ શરૂ કરવા જઈ રહી છે. એમાં રિક્ષાચાલકો ભ્રષ્ટાચારી ટ્રાફિકપોલીસ, આરટીઓ (રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ)ના અધિકારી તેમ જ અન્ય સરકારી અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરી શકશે.

 

બધા જ રિક્ષાચાલકો ખરાબ હોતા નથી, પરંતુ તેઓ લોકોને લૂંટે છે કારણ કે તેમને પોલીસ તથા આરટીઓના અધિકારીઓને મોટી લાંચ આપવી પડતી હોય છે. જો રિક્ષાચાલકો સભ્યતાથી વર્તે તેમ જ લોકોને લૂંટવાનું બંધ કરે એવી પરિસ્થિતિ કાયમ માટે જોઈતી હશે તો ઑટોના ધંધામાં વ્યાપેલા તમામ સ્તરના ભ્રષ્ટાચારને નાથવો પડશે. નવું SMS સૉફ્ટવેર થોડા જ દિવસમાં લૉન્ચ કરવામાં આવશે. રિક્ષાચાલકોની આ ફરિયાદ આઇએસી ઉચ્ચ અધિકારી સમક્ષ પહોંચાડવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK