હવે માર્કેટમાં મળશે ખાદી-ડેનિમ

Published: 18th October, 2011 17:26 IST

મહાત્મા ગાંધીની ફેવરિટ ખાદીને આજની નવી જનરેશન સ્વીકારે અને યુથમાં પણ એ પૉપ્યુલર બને એવા દિવસો હવે બહુ દૂર નથી. ગુજરાતની ખાદી-પ્રવૃત્તિમાં અગ્રેસર એવી રાજકોટની સંસ્થા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ દ્વારા બનાવવામાં આવેલી ખાદી-ડેનિમ દેશની જાણીતી ડેનિમ મૅન્યુફૅક્ચરર કંપની અરવિંદ લિમિટેડ ખરીદશે એવો નર્ણિય લેવામાં આવ્યો છે.

 

(રશ્મિન શાહ)

રાજકોટ, તા. ૧૮

રાજકોટની સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિએ બનાવેલું આ કાપડ ડેનિમ મૅન્યુફૅક્ચરર્સમાં એક્સપર્ટ ગણાતી અરવિંદ મિલ્સ ખરીદશે અને એનાં જીન્સનું માર્કેટમાં વેચાણ કરશે

કંપની આ ખાદી-ડેનિમમાંથી જીન્સ બનાવશે અને એ જીન્સનું માર્કેટિંગ કરશે. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ચૅરમૅન દેવેન્દ્ર દેસાઈએ કહ્યું હતું કે ‘નવી જનરેશનમાં ખાદી પૉપ્યુલર કરવા માટે બનાવવામાં આવેલી ખાદી-ડેનિમ જોયા પછી અરવિંદ મિલ્સે દર મહિને ૫૦૦૦ મીટર ખાદી-ડેનિમ ખરીદવાની તૈયારી દર્શાવી છે. નેક્સ્ટ વીક અમે આ બાબતનો કૉન્ટ્રૅક્ટ સાઇન કરીશું.’

ખાદી-ડેનિમમાંથી બનનારી પ્રોડક્ટ શરૂઆતમાં ગુજરાત, મુંબઈ, દિલ્હી, કલકત્તા અને ચેન્નઈમાં વેચાશે અને ત્યાર પછી દેશના બાકીના ભાગોમાં એનું માર્કેટિંગ કરવામાં આવશે. ખાદી-ડેનિમના જીન્સની રીટેલ પ્રાઇસ ૫૦૦થી ૧૨૫૦ રૂપિયા વચ્ચે રહેશે.

ખાદી-ડેનિમ શું છે?

ખાદીમાંથી જ બનતી ખાદી-ડેનિમની જાડાઈ અન્ય ખાદી કરતાં લગભગ ત્રણ ગણી વધારે છે. આ ખાદી બનાવવા માટેની પ્રોસેસ ચરખા પર જ થાય છે, પણ એને ત્રણ વાર વણવામાં આવે છે અને ત્યાર પછી ખાદી-ડેનિમ તૈયાર થાય છે. ખાદી-ડેનિમ બ્લુ ઉપરાંત અન્ય પાંચ કલરમાં પણ ઉપલબ્ધ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK