ભારત અને ચીન શક્તિશાળી યુવા દેશ તરીકે વિકસી રહ્યાં છે

Published: 10th November, 2011 20:12 IST

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં ભારત અને ચીન બે શક્તિશાળી આર્થિક યુવા દેશ તરીકે વિકસી રહ્યા છે ત્યારે બન્ને દેશની સામર્થ્યવાન યુવાશક્તિને વિકાસમાં જોડીને એશિયાની આર્થિક તાકાતનો સર્વાધિક પ્રભાવ વિશ્વમાં ઊભો કરવાની આવશ્યકતા સમજાવીને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની કંપનીઓને ગુજરાત સાથે વિકાસમાં ભાગીદારી કરવાનું આમંત્રણ આપ્યું હતું. 

ચીનની રાજધાની બીજિંગમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની ૧૮૦ જેટલી ચાઇનીઝ કંપનીઓના અગ્રણીઓ સાથે યોજેલી બિઝનેસ મીટ ફળદાયી રહી હતી. ગુજરાત એશિયા ખંડમાં અત્યંત મહત્વનું પ્રવાસન કેન્દ્ર બની રહ્યું છે ત્યારે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રના વિકાસમાં પણ ચીનની સહભાગિતા માટે નરેન્દ્ર મોદીએ તત્પરતા વ્યક્ત કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાત અને ચીન વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોની ભાગીદારીનું વધુ મજબૂત ફલક વિસ્તરશે તે ભારત અને ચીન બન્ન માટે ઉપકારક બનશે. ગુજરાત આજે ભારતના અર્થતંત્રનું ચાલક બળ બની રહ્યું છે.

ચીન ચેમ્બર ઑફ કૉમર્સ ફૉર ઇમ્ર્પોટ ઍન્ડ એક્સર્પોટ ઍન્ડ મશીનરી એન્ડ ઇલેક્ટ્રૉનિક્સ પ્રોડક્ટસના વાઇસ પ્રેસિડન્ટ શાઇ યોન્ગ હોન્ગે એશિયામાં સૌથી ઝડપી ગતિથી અર્થતંત્રમાં નિર્ણાયક પરિબળ રહેલા ગુજરાત અને ચીન વચ્ચે ઔદ્યોગિક, ઇન્ફ્રાસ્ટ્રકચર, ઇન્ફરમેશન કમ્યુનિકેશન ટેક્નૉલૉજી તથા મશીનરી મૅન્યુફેકચરિંગ સેક્ટરમાં સહભાગિતાની ચીનના વેપાર-ઉદ્યોગની કંપનીઓની તત્પરતા વ્યક્ત કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK