નવસારી નૅશનલ હાઇવે પર મુંબઈના યુવા બાઇકરનું કમકમાટીભર્યું મોત

Published: Dec 02, 2019, 09:27 IST | Surat

નવી મુંબઈથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી જઈ રહેલો વીસ વર્ષનો સૌરવ દળવી યમલોક પહોંચ્યો.

અકસ્માતની તસવીર
અકસ્માતની તસવીર

નવી મુંબઈથી ગુજરાત સ્ટૅચ્યુ ઑફ યુનિટી જોવા નીકળેલા બાઇકર્સ ગ્રુપના સભ્યો માટે રવિવારનો દિવસ દુઃખદ રહ્યો. પાંચ બાઇકર્સ પૈકી એક બાઇકરનું નવસારીમાંથી પસાર થતા નૅશનલ હાઇવે પર આલીપોર રેલવે ઓવરબ્રિજ પરથી પડી જતાં સ્થળ પર કમકમાટીભર્યું મોત થયું હતું. આ બાઇક રાઇડર સૌરવ ડિપ્લોમાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને દળવી પરિવારમાં એકનો એક દીકરો હતો. પિતા પ્રશાંત દળવી એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને અકસ્માત સમયે તેઓ દુબઈ કંપની મીટિંગમાં ગયા હોવાનુ જાણવા મળે છે. આ સમગ્ર ઘટના અંગે અકસ્માતનો ભોગ બનનાર સૌરવના સાથી રાઇડર મિત્ર અથર્વ મ્હાત્રેએ ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK