સૂતો હતો ત્યારે ગુસ્સે ભરાયેલી પત્નીએ માથામાં વજનદાર વસ્તુ ફટકારીને મારી નાખ્યો

મુંબઈ | Jun 04, 2019, 11:27 IST

શનિવારે રાતે કામ પરથી ઘરે આવ્યા બાદ પત્ની સાથે ઝઘડો કરવાની સાથે તેની મારઝૂડ કર્યા બાદ જવાન સૂતો હતો ત્યારે ગુસ્સે ભરાયેલી પત્ની રસોડામાંથી વજનદાર વસ્તુ લાવીને પતિના માથામાં ઉપરાછાપરી ફટકારતાં પતિનું મૃત્યુ થયું હતું.

સૂતો હતો ત્યારે ગુસ્સે ભરાયેલી પત્નીએ માથામાં વજનદાર વસ્તુ ફટકારીને મારી નાખ્યો

પત્ની સાથે દરરોજ ઝઘડો કરીને તેની મારઝૂડ કરવાની આદત ભારતીય નૌસેનાના ગોવામાં રહેતા એક જવાન માટે જીવલેણ નીવડી હતી. શનિવારે રાતે કામ પરથી ઘરે આવ્યા બાદ પત્ની સાથે ઝઘડો કરવાની સાથે તેની મારઝૂડ કર્યા બાદ જવાન સૂતો હતો ત્યારે ગુસ્સે ભરાયેલી પત્ની રસોડામાંથી વજનદાર વસ્તુ લાવીને પતિના માથામાં ઉપરાછાપરી ફટકારતાં પતિનું મૃત્યુ થયું હતું.

ગોવાની વાસ્કો પોલીસે જણાવ્યા મુજબ હત્યાના આ મામલાની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે કે કુલશ્રેષ્ઠ સિંહ નૌસેનામાં ઍરક્રાફ્ટ હૅન્ડલર હતો અને આઇએનએસ હંસ પર તેની પોસ્ટિંગ હતી. પત્ની સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને તેની મારપીટ પણ કરતો હતો. શનિવારે રાતે પણ સૂતાં પહેલાં તેણે પત્ની સાથે ઝઘડો કરીને તેની મારઝૂડ કરી હતી.

મારઝૂડ કર્યા બાદ પતિ બેડરૂમમાં જઈને સૂઈ ગયો હતો. આ સમયે દરરોજના ત્રાસથી કંટાળેલી પત્ની રસોડામાં ગઈ હતી અને ત્યાંથી કોઈક વજનદાર વસ્તુ લઈને પતિ સૂતો હતો ત્યાં પહોંચી ગઈ હતી અને પતિના માથામાં ઉપરાછાપરી ફટકા માર્યા હતા.

પોતાના પર થઈ રહેલા હુમલાથી પતિ અચાનક ચોંકી ઊઠ્યો હતો અને જોર જોરથી બૂમ પાડવા માંડ્યો હતો અને તેનો અવાજ સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા નૌસેનાના જવાનને તેઓ હૉસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કયોર્ હતો.

આ પણ વાંચોઃ રાજકોટઃ અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા, મુહૂર્ત જોઈને મર્ડર

વાસ્કો પોલીસનાં ડીસીપી સુનીતા સાવંતે જણાવ્યું હતું કે ‘મૃતક જવાન કુલશ્રેષ્ઠની પત્નીએ હત્યાનો ગુનો કબૂલી લીધો છે. પતિ દરરોજ ઝઘડો કરવાની સાથે પોતાની મારઝૂડ કરતો હોવાથી પોતે આ પગલું ભરવું પડ્યું હોવાનું તેણે પોલીસને કહ્યું હતું. જવાનના મૃતદેહનો તાબો લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી અપાયો હતો, જ્યારે તેની પત્નીને મહિલા જેલમાં પાઠવીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK