બોરીવલીની હૉસ્પિટલમાં બાથરૂમમાં સ્નાન કરતી મહિલાને જોતો આરોપી ઝડપાયો

Published: 29th October, 2014 03:16 IST

બોરીવલી (વેસ્ટ)માં આવેલી કરુણા હૉસ્પિટલમાં ૫૦ વર્ષની ગુજરાતી મહિલાએ તેના દીકરાની સર્જરી માટે ૨૭ ઑક્ટોબરની રાતે હૉસ્પિટલમાં ઓવરનાઇટ રોકાવું પડ્યું.


men bath


તેના દીકરાની ગઈ કાલે સર્જરી હતી. દીકરા સાથે રોકાયેલી મહિલા ગઈ કાલે સવારે બાથરૂમમાં નહાતી હતી એ વખતે હૉસ્પિટલમાં કૅરટેકર તરીકે કામ કરતો માણસ તેને મિરર દ્વારા જોઈ રહ્યો હતો. સતર્ક મહિલાને કંઈક અણછાજતું થવાનો ભાસ થતાં તે ડરી ગઈ અને તેણે જોરથી ચીસ પાડી. હૉસ્પિટલમાં બનેલી ઘટના પછી તે ઘણી ગભરાઈ ગઈ છે. દીકરા સાથે રોકાયેલી મહિલાએ ઘટના વિશે વાત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હૉસ્પિટલના સત્તાવાળા સાથે આ બાબતે વાત કરતાં તેમણે કહ્યું હતું કે આમાં અમે કંઈ ન કરી શકીએ. માત્ર સૉરી કહી શકીએ; પરંતુ આ તો મારા રિસ્પેક્ટની વાત છે. સવારે બાથરૂમમાં હું નહાવા માટે ગઈ ત્યારે મને કાચનું રિફ્લેક્શન દેખાયું અને હું ડરી ગઈ. મેં ગભરાઈને જોરથી ચીસ પાડી. અમે ટ્વિન શૅરિંગ રૂમ લીધી હતી. અમારા રૂમનો બાથરૂમ બાજુની રૂમના બાથરૂમ સાથે અટૅચ્ડ છે. બાજુની રૂમનો બાથરૂમમાંથી અજાણ્યો માણસ મને નહાતી વખતે મિરર દ્વારા જોઈ રહ્યો હતો, કારણ કે બાજુના રૂમના બાથરૂમ વચ્ચે કૉમન બારી છે. આ ઘટના પછી બાથરૂમની બારી વચ્ચે લાકડાની પટ્ટી લગાવી દેવામાં આવી છે. મને મળેલી માહિતી પ્રમાણે તે એક નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશનમાંથી આવેલો હતો. એક વર્ષથી તે હૉસ્પિટલમાં કૅરટેકર તરીકે કામ કરતો હતો. તેને અમે પકડી પાડ્યો અને બોરીવલી (વેસ્ટ)માં MHB પોલીસ-સ્ટેશનમાં લઈ ગયા હતા.’

પોલીસે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે અમે આરોપીની અરેસ્ટ કરીને પૂછપરછ કરી રહ્યા છીએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK