પ્રથમ દિવસે એમએસઆરટીસી દ્વારા એમએમઆરમાં 550 બસ દોડાવાઈ

Published: 19th September, 2020 11:31 IST | Rajendra B Aklekar | Mumbai

મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન કૉર્પોરેશન (એમએસઆરટીસી)એ જણાવ્યું હતું કે તે પાલઘર, રાયગડ અને થાણે જિલ્લા જેવાં દૂરનાં સ્થળોએથી મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં આશરે ૫૫૦ બસ દોડાવી રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

શુક્રવારથી પૂર્ણ ક્ષમતામાં પેસેન્જરોને સમાવિષ્ટ કરવાની પરવાનગી મળવા સાથે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન કૉર્પોરેશન (એમએસઆરટીસી)એ જણાવ્યું હતું કે તે પાલઘર, રાયગડ અને થાણે જિલ્લા જેવાં દૂરનાં સ્થળોએથી મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં આશરે ૫૫૦ બસ દોડાવી રહ્યું છે. સાથે જ તેણે ૨૧ સપ્ટેમ્બરથી પનવેલ, ડોમ્બિવલી અને વિરાર જેવાં સ્થળોએથી મહિલાઓ માટે વિશેષ એમએસઆરટીસી સેવાઓ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.

એમએસઆરટીસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે એક બસમાં પાંચ સ્ટેન્ડીની મર્યાદા અકબંધ રાખવામાં આવી હોવા છતાં મહામારીના પહેલાના સમયની માફક બે પેસેન્જરો એકમેકની બાજુમાં બેસી શકશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને પેસેન્જરો તરફથી સારો પ્રતિસાદ મળવાની અપેક્ષા છે તથા તેમણે પેસેન્જરોને બસની મુસાફરી કરવાની અપીલ કરતું કેમ્પેન પણ લોન્ચ કર્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK